જયારે ડિંપલ કાપડિયા સાથે ઇંટીમેટ સીનમાં હીરોથી થઇ ગઇ ભૂલ, ખૂબ જ રોયા હતા અક્ષય કુમારની સાસુ

આ હીરો સાથે ઇંટીમેટ સીન આપતા સમયે ડિંપલને થવું પડ્યુ હતુ શર્મિંદા, જાણો કેમ ?”

તેમના જમાનાની સૌથી હિટ અભિનેત્રીઓમાંની એક ડિંપલ કાપડિયાએ લગભગ 15 વર્ષની ઉંમરે બોલિવુડમાં પગ મૂક્યો હતો. તેમની ફિલ્મ બોબી ત્યારે રીલિઝ થઇ જયારે તેઓ 16 વર્ષના હતા. 16 વર્ષની ઉંમરે જ તેઓએ બોલિવુડ અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના લગભગ 10 વર્ષ સુધી તેઓ ફિલ્મોથી દૂર રહ્યા હતા.

Image Source

વર્ષ 1983માં રાજેશ ખન્નાથી અલગ થયા બાદ ડિંપલ કાપડિયાએ ફરી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. મહેશ ભટ્ટે તેમની ફિલ્મમાં ડિંપલ કપડિયાને લીધા હતા. મહેશ ભટ્ટની વર્ષ 1987માં ફિલ્મ “પ્રેમ ધરમ” આવી હતી. આ ફિલ્મમાં ડિંપલ કાપડિયા સાથે વિનોદ ખન્ના પણ હતા. વિનોદ ખન્નાએ ભલે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે પરંતુ તેઓ તેમના અભિનયના દમ પર અમર થઇ ગયા.

Image Source

જ્યારે પણ વિનોદ ખન્ના શુટિંગ કરતા હતા ત્યારે લાગતુ હતુ કે તે રિયલમાં થઇ રહ્યુ છે. આ કારણે કેટલીક અભિનેત્રીઓ તેમની સાથે સીન કરતા ડરતી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર ડિંપલ કાપડિયા જયારે વિનોદ ખન્ના સાથે શુટિંગ કરી રહી હતી ત્યારે એક એવી ઘટના બની હતી કે તેઓ ડરી ગયા હતા અને મેકઅપ રૂમમાં જઇ છૂપાઇ ગયા હતા.

Image Source

70ના દાયકામાં વિનોદ ખન્ના એક ફિલ્મ “પ્રેમ ધરમ”માં કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે ડિંપલ કાપડિયા હતા અને ડાયરેકટર મહેશ ભટ્ટ હતા. ફિલ્મ “પ્રેમ ધરમ”ની શુટિંગ દરમિયાન એક ઇંટીમેટ સીનમાં વિનોદ ખન્નાને ડિંપલ કાપડિયાને કિસ કરવાની હતી.

સીનના શુટિંગ દરમિયાન વિનોદ ખન્ના પોતાની પર કાબૂ ન રાખી શક્યા અને કટ બોલ્યા છત્તા પણ તેઓ ઘણા સમય સુધી ડિંપલ ખન્નાને કિસ કરતા રહ્યા. આ વાતથી ડિંપલ ઘણા ડરી ગયા હતા અને આ ઘટના માટે ડાયરેક્ટર મહેશ ભટ્ટે માફી માંગવી પડી હતી.

આ વાત પર ડિંપલ એટલા ડરી ગયા હતા કે તેઓ મેકઅપ રૂમમાં છૂપાઇ ગયા હતા. મહેશ ભટ્ટે આ વાત પર કહ્યુ કે, વિનોદ nsa ma હતા. આ કારણે તેઓ પોતાના પર કાબૂ ન કરી શક્યા. જો કે, આ ફિલ્મ રીલિઝ કયારેય રીલિઝ થઇ શકી નહિ. આ ફિલ્મ બાદ ડિંપલે વિનોદ ખન્ના સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

બોલિવુડ આજકલની ખબર અનુસાર, રોમેન્ટિક સીન કરતા સમયે વિનોદ ખન્ના એટલા બેકાબૂ થઇ જાય છે કે તેમને સંભાળવા મુશ્કિલ થઇ જાય છે. ફિલ્મ “દયાવાન” દરમિયાન માધુરી દિક્ષિત સાથે સીન આપતા સમયે તે એટલા બેકાબૂ થઇ ગયા હતા કે તેઓએ માધુરીના હોઠ પર બચકુ ભરી લીધુ હતુ. ફિલ્મ રીલિઝ બાદ આ સીન માટે માધુરીની ઘણી આલોચના થઇ હતી.

Shah Jina