મહાકુંભ 2025માં ‘ડિજિટલ સ્નાન’ માટે 1100 રૂપિયા ? વ્યક્તિની પૈસા કમાવવાની રીત થઇ વાયરલ
દેશભરમાંથી લાખો ભક્તો ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે, અને અન્ય લોકો પણ આ પુણ્ય મેળવવા માંગે છે. જો કે, ભારે ભીડને કારણે સંગમ ઘાટ સુધી પહોંચવું પડકારજનક બન્યું છે, જેના કારણે ઘણા લોકો પ્રયાગરાજ જવાનું ટાળવા લાગ્યા છે. પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં નવા નવા ઉકેલો આવી રહ્યા છે, જે સમસ્યાઓને સરળ બનાવે છે.
આવા જ એક અનોખા ઉપાયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ માત્ર 1100 રૂપિયામાં લોકોને સંગમમાં સ્નાન કરવાની સુવિધા પૂરી પાડી રહ્યો છે. આ પદ્ધતિ ફક્ત અનોખી જ નથી પણ આર્થિક રીતે પણ સારી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં ગર્વિતા શર્મા નામની યુઝરે એક સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું. વીડિયોમાં, ગર્વિતા કહે છે કે ઘણા લોકો ખાસ કરીને વૃદ્ધો અને કમજોર લોકો, ભીડના ડરથી સંગમમાં સ્નાન કરી શકતા નથી.
આ સમસ્યાના ઉકેલ માટે એક વ્યક્તિએ અનોખો ઉકેલ શોધી કાઢ્યો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ગર્વિતાએ વીડિયોમાં જણાવ્યું કે જે લોકો પોતે સંગમ સ્નાન માટે આવી શકતા નથી તેઓ આ સેવાનો લાભ લઈ શકે છે. તેમણે ફક્ત પોતાનો એક ડિજિટલ ફોટો મોકલવાનો રહેશે, ત્યારબાદ તેમને ‘ડિજિટલ સ્નાન’ કરાવવામાં આવશે. વીડિયોમાં ગર્વિતાએ દીપક ગૌર નામના વ્યક્તિનો પરિચય કરાવ્યો, જે આ અનોખી સેવા પૂરી પાડી રહ્યો છે.
દીપકે જણાવ્યું કે તે મહાકુંભમાં સંગમમાં લોકોના ડિજિટલ ફોટાઓનું ભૌતિક પ્રિન્ટ લે છે અને તેમને ગંગાના પાણીમાં સ્નાન કરાવે છે. તેમનું સ્ટાર્ટઅપ ‘પ્રયાગ સંગમ એન્ટરપ્રાઇઝ’ના નામથી ચલાવવામાં આવી રહ્યું છે, અને તેની ફી માત્ર 1100 રૂપિયા રાખવામાં આવી છે. આ અનોખી પહેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, અને હજારો લોકોએ તેને લાઈક અને શેર કર્યો છે.
View this post on Instagram