આકાશને આંબવાનું સપનું અમદાવાદની આ દીકરીએ પૂર્ણ કર્યું, 20 વર્ષની ઉંમરમાં જ બની ગઈ પાયલોટ, જુઓ કેવી રીતે મેળવી સફળતા

આજના સમયમાં ઘણા યુવાનો મોટા મોટા સપના જોતા હોય છે, પરંતુ એમાંથી ઘણા ઓછા યુવાનો હોય છે જે પોતાના સપનાને પૂર્ણ કરવા માટે મહેનત કરતા હોય છે, ઘણા યુવાનો પોતાના સપનાને દિશા આપવા માટે તનતોડ મહેનત કરતા હોય છે અને પોતે જોયેલું સપનું સાકાર કરીને બતાવતા હોય છે.

હાલ ગુજરાતની એવી જ એક દીકરીની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, આ દીકરીએ પણ નાની ઉંમરમાં જ ખુબ જ મોટું સપનું જોયું હતું અને માત્ર 20 વર્ષની ઉંમરમાં જ તેણે તેના સપનાને પૂર્ણ કરીને બતાવ્યું, આ સપનું પૂર્ણ કરવા પાછળ આ દીકરીની તનતોડ મહેનત અને સાહસ રહેલું છે.

અમે વાત કરી રહ્યા છે સપનાના શહેર અમદાવાદના ઘાટલોડિયાની ઘ્વનિ પટેલ વિશે જે હવે અમેરિકાની અંદર માત્ર 20 વર્ષની ઉંમરે ઉડાન ભરશે. તેની અમેરિકામાં કોમર્શિયલ ફલાઇટમાં પાયલોટ તરીકે પસંદગી થઇ છે. જેના બાદ ધ્વનિએ પોતાના સપનાને પૂર્ણ કરવાની સાથે ગુજરાત સમેત આખા દેશનું નામ રોશન કર્યું છે.

ધ્વનિ પટેલે મૂળ વિરમગામ તાલુકાના ધાકડી ગામની રહેવાશી છે, તે પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. ધ્વનિએ ધોરણ 12 સાયન્સનો અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો.જેના બાદ તે પાયલોટ બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે અમેરિકા ગઈ હતી, જ્યાં તેને 1થી 3 વર્ષ દરમિયાન 250 કલાકની તાલીમ પૂર્ણ કરવાની હોય છે.

પરંતુ આકાશમાં ઊંચી ઉડાન ભરવાનું સપનું જોઈ રહેલી ધ્વનિ પટેલે આ તાલીમ માત્ર 1 વર્ષમાં જ પૂર્ણ કરી લીધી હતી અને હાલ તેની અમેરિકામાં કોમર્શિયલ પાયલોટ તરીકે પસંદગી થઇ. જેના બાદ તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ધ્વનિ જયારે દોઢ વર્ષની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થયું હતું, માતાએ પોતાની દીકરી પાયલોટ બને એવું સપનું જોયું હતું અને દીકરીએ પણ પોતાની માતાના સપનાને પૂર્ણ કરીને બતાવ્યું.

ધ્વનિના પાયલોટ બનવા પાછળ તેના પિતા જીતુભાઇ પટેલનો પણ ખુબ જ મોટો હાથ છે, તેમને પણ દીકરીનો ખુબ જ સારી રીતે ઉછેર કર્યો અને માતા ના હોવા છતાં પણ માતા અને પિતા બંનેનો પ્રેમ તેને આપ્યો અને તેના પાયલોટ બનવાના સપનાને પૂર્ણ કરવા માટે પણ તેનો સાથ આપ્યો અને ધ્વનિએ પણ તેમને નિરાશ ના કર્યા અને પાયલોટ બનીને બતાવ્યું.

Niraj Patel