બોલીવુડમાં ધમાકેદાર ફિલ્મ આપનારા ડાયરેક્ટરનું મોર્નિંગ વૉક દરમિયાન જ હાર્ટ એટેકથી થયું નિધન, ઇન્ડસ્ટ્રીમાં છવાયો માતમ

નથી રહ્યા “ધૂમ”ના ડાયરેક્ટર, મોર્નિંગ વૉક દરમિયાન હાર્ટ એટેકથી થયું મોત

Dhoom Director Sanjay Gadhvi Passes Away : હાલ દેશભરમાં હાર્ટ એટેકના મામલાઓ સતત વધી રહ્યા છે, ઘણા બધા લોકોના રોજ હાર્ટ એટેકથી મોત થવાની ખબરો સામે આવતી રહે છે.ખાસ કરીને યુવા વર્ગના લોકો હાર્ટ એટેકની ચપેટમાં આવી રહ્યા છે. સામાન્ય માણસની સાથે સાથે ઘણા સેલેબ્સના પણ હાર્ટ એટેકથી મોત થયા હોવાની ખબર સામે આવતી રહેતી હોય છે. હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં બોલીવુડની ફિલ્મો આપનારા ગુજરાતી ડાયરેક્ટરનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે.

57 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા :

મૂળ ગુજરાતી અને બોલીવુડની ફિલ્મ ‘ધૂમ’ના દિગ્દર્શક સંજય ગઢવીનું રવિવારે સવારે નિધન થયું હતું. તેમણે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. તેમનું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. આજે દિગ્દર્શક તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા, જેમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સંજય ગઢવીના અંતિમ સંસ્કારમાં પ્રખ્યાત ગાયક સોનુ નિગમ, અભિનેત્રી રાની મુખર્જી અને તબ્બુ સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.

મોર્નીગન વૉક પર આવ્યો હાર્ટ એટેક :

તમને જણાવી દઈએ કે સંજય ગઢવી રવિવારે સવારે લોખંડવાલા બેક રોડ પર મોર્નિંગ વૉક પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો. આ દરમિયાન સંજય ગઢવીને તાત્કાલિક નજીકની સૌથી મોટી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. સંજય ગઢવીના અંતિમ સંસ્કાર સોમવારે 20 નવેમ્બરના રોજ સવારે ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે.

ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ :

અંતિમ સંસ્કારમાં દિગ્દર્શકના પરિવારજનો ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો હાજર રહ્યા હતા. પ્રખ્યાત નિર્દેશકના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. રવિવારે ‘ધૂમ’ની સમગ્ર ટીમે દિગ્દર્શકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. યશ રાજ ફિલ્મ્સ, પ્રીતમ, હૃતિક રોશન, જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન સહિતના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દિવંગત નિર્દેશકને શ્રદ્ધાંજલિ આપી હતી.

Niraj Patel