ICUની અંદર ભરતી હતા બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, બહાર આવતા જ વીડિયો શેર કરીને આપી જાણકારી, ચાહકો થયા ભાવુક

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું કે થોડા દિવસો પહેલા ધર્મેન્દ્રની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે અને હવે તબિયત પહેલા કરતા વધુ સારી હોવાનું કહેવાય છે. જેના કારણે તેને રજા આપવામાં આવી છે. હાલમાં રોગ વિશે અને હોસ્પિટલ વિશે વધુ વિગતો આપવામાં આવી નથી. ત્યારે જ્યારે ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલને તેના પિતા હોસ્પિટલમાં હોવાના સમાચાર મળ્યા, ત્યારે તે તેની ફિલ્મ સૂર્યદેવનું શૂટિંગ છોડીને મુંબઈ આવી ગયો અને ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલ ગયો.

આ દરમિયાન તેના ચાહકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, અભિનેતા ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાની હેલ્થ અપડેટ્સ આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ધર્મેન્દ્ર સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહ્યા છે. જેમાં તે પોતાના પીઠના દુખાવા વિશે માહિતી આપતા જેમણે તેની બીમારી દરમિયાન તેના માટે પ્રાર્થના કરી હતી તે તમામ ચાહકોનો આભાર માનતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર 86 વર્ષના છે, તેથી તેઓ ધીમે ધીમે તેમની બીમારીમાંથી સાજા થઈ રહ્યા છે. આ ઉપરાંત અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેમના સોશિયલ મીડિયા પર સામે આવેલા મોટાભાગના વીડિયોમાં તે તેના ફાર્મ હાઉસમાં જોવા મળે છે. જ્યાં ઘણી વખત તે એક્સરસાઇઝ કરતા પણ જોવા મળ્યા છે. આ સિવાય તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જૂની તસવીરો પણ શેર કરતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

વર્કફ્રન્ટની વાત કરીએ તો 80 વર્ષની ઉંમરે પણ તે બોલિવૂડમાં સક્રિય છે. તે 2007માં આવેલી ફિલ્મ ‘અપને’ની સિક્વલમાં જોવા મળશે. જ્યાં “અપને” ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલને જોયા હતા. તો તેની સિક્વલ ફિલ્મ ‘અપને 2’ માં આપણે ધર્મેન્દ્ર સાથે તેમના પુત્રો સની અને બોબી દેઓલ ઉપરાંત તેમના પૌત્ર કરણ દેઓલને જોઈશું.

Niraj Patel