શું યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને આપ્યા 60 કરોડ ? હકિકત આવી સામે- જાણો

યુઝવેન્દ્ર ચહલ પાસેથી એલિમનીમાં ધનશ્રીને મળ્યા 60 કરોડ ? એક્સ વાઇફના પરિવારે પહેલીવાર જણાવી પૂરી હકિકત

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બંને 18 મહિનાથી એકબીજાથી અલગ રહેતા હતા. અંતિમ સુનાવણી ગુરુવાર 20 ફેબ્રુઆરીના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં થઈ હતી, જે દરમિયાન ધનશ્રી અને યુઝવેન્દ્ર હાજર રહ્યા હતા. કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા પછી દંપતીએ સત્તાવાર રીતે અલગ થવાનો નિર્ણય લીધો. આ દરમિયાન એવા અહેવાલો હતા કે છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવું પડશે. જો કે આ સાચું નથી.

ધનશ્રી વર્માના વકીલ અદિતિ મોહનીએ બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું કે 60 કરોડ રૂપિયાના એલિમનીના સમાચાર ખોટા છે, આ આંકડા પાયાવિહોણા છે. મીડિયાએ આ અંગે રિપોર્ટિંગ કરતા પહેલા હકીકત તપાસવી જોઈએ. ધનશ્રીના વકીલે એક નિવેદનમાં કહ્યું, ‘આ મામલો હાલમાં કોર્ટમાં છે. મીડિયાએ રિપોર્ટિંગ કરતા પહેલા એકવાર તપાસ કરવી જોઈએ કારણ કે ઘણી બધી ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે.

660 કરોડના ભરણપોષણના સમાચાર બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા હતા અને તેઓ ધનશ્રી વર્માને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ ધનશ્રી વર્માને ‘ગોલ્ડ ડિગર’ અને ‘મોકાપરસ્ત’ પણ કહી હતી. ત્યારે ધનશ્રીના પરિવારના એક સભ્યએ નામ ન આપવાની શરતે બોમ્બે ટાઈમ્સને જણાવ્યું કે ‘ભરણપોષણ અંગે ફેલાવવામાં આવી રહેલા ખોટા સમાચારથી અમે ખૂબ જ દુઃખી છીએ. હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું આટલી મોટી રકમ ક્યારેય માંગવામાં આવી ન હતી અને ના તો ઓફર કરવામાં આવી હતી.

આ એવી અફવાઓ છે જેમાં કોઈ સત્ય નથી. સત્ય જાણ્યા વિના અને તેની ચકાસણી કર્યા વિના આવી માહિતી પ્રકાશિત કરવી એ એક બેજવાબદાર કૃત્ય છે. આના કારણે ફક્ત બંને પક્ષો (યુઝવેન્દ્ર અને ધનશ્રી) જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ બિનજરૂરી રીતે ઘસવામાં આવી રહ્યા છે. આનાથી ફક્ત નુકસાન થાય છે, અને અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ સંયમ રાખે અને ખોટી માહિતી ફેલાવતા પહેલા હકીકતો તપાસે. અમે તમને દરેકની ગોપનીયતાનો આદર કરવાની પણ વિનંતી કરીએ છીએ.

Shah Jina