લોકગાયક દેવયાત ખવડે ખરીદી લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર ! જુઓ તસવીરો અને વીડિયો
Dewayat Khawad New Car : ગુજરાતમાં દેવાયત ખવડનું ઘણુ મોટુ નામ છે. થોડા સમય પહેલા તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા અને તેનું કારણ મયૂરસિંહ રાણા પર હુમલાનો કેસ હતો. આ કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ સંડોવાયેલા હતા અને તેઓએ 72 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. ત્યારે હવે દેવાયત ખવડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
જો કે, આ વખતે તેમની ચર્ચાનું કારણ તેમણે ખરીદેલી નવી નકોર મર્સિડીઝ કાર છે. દેવાયત ખવડે પોતાની ઘણી તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઈ રહી છે. મૂળ સુરેન્દ્રનગરના મૂળીના દુધઈ ગામના દેવાયત ખવડે જે લક્ઝુરિયસ કાર ખરીદી છે, તેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.
એક સમય એવો હતો જ્યારે દેવાયત ખવડ ખૂબ સામાન્ય જીવન જીવતા પણ સંગીત ક્ષેત્રે અઢળક સફળતા મળ્યા બાદ ગુજરાતમાં તેમની બોલબાલા છે. દેવાયત ખવડે mercedes benz કાર ખરીદી છે, જેની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે.
આ કાર બ્લેક કલરની છે અને કારની અંદર અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત સુવિધાઓ પણ છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાયા બાગ 10 દિવસ ખવડ ફરાર થઇ ગયા હતા અને તે પછી તેણણે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
જો કે, તે બાદ ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા અને 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 72 દિવસ જેલમાં રહ્યા બાદ દેવાયત ખવડ બહાર આવ્યા હતા અને પછી તેમણે ડાયરામાં રંગ જમાવ્યો હતો.
View this post on Instagram