ફિલ્મ અને ટીવી સ્ટાર્સ કોઈપણ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ફેન્સ સેલિબ્રિટી પાસેથી ઘણું શીખે છે કે તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી. ગઇકાલે ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ ક્રિસમસના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા. તેઓએ પોતાના પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી. હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીએ પણ ક્રિસમસ સેલિબ્રેશન કરી,
જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દેવોલિના તેના પતિ શાહનવાઝ શેખ, માતા અને મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન દેવોલીના રેડ અને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેનો કેઝ્યુઅલ લુક જોવા મળી રહ્યો છે. ત્યાં તેનો પતિ શાહનવાઝ પણ રેડ અને બ્લેક આઉટફિટમાં જોવા મળે છે.
આ કપલ તેમની માતા અને મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે. ચાહકોને આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, લગ્ન પછી દેવોલીનાની આ પહેલી ક્રિસમસ છે, તેથી તે તેના માટે ખૂબ જ ખાસ છે. દેવોલીનાએ શેર કરેલી એક તસવીરમાં તે તેના પતિ અને માતા સાથે જોવા મળી રહી છે જ્યારે બીજી તસવીરમાં તેના મિત્રોને જોઈ શકાય છે.
તસવીરોમાં દેવોલીનાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. તમામ તસવીરોમાં દેવોલિના અને શાહનવાઝ મસ્તીથી ભરપૂર પોઝ આપતાં જોઈ શકાય છે. એક તસવીરમાં અભિનેત્રી નાના બાળકની જેમ પતિ શાહનવાઝ પર રમતિયાળ રીતે ઝૂલતી જોવા મળે છે. ચાહકો પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે
અને કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. તસવીરો સિવાય દેવોલીનાએ ક્રિસમસ સેલિબ્રેશનના કેટલાક વીડિયો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યા હતા, જેમાં દેવોલિના અને અન્ય તમામ લોકો ક્રિસમસના અવસર પર કેક કાપી રહ્યા હતા.
View this post on Instagram