મંગળસૂત્રની જાહેરાતમાં મોડલ બ્રા અને અન્ડરગાર્મન્ટ્સમાં જોવા મળી, યુઝર્સનો મગજ ફાટ્યો અને કહ્યું કે

બ્લેક બ્રા પહેરીને મંગળસૂત્રની એડ દેખાઈ, લોકો ભડક્યા અને કહ્યું કે હિંદુ સંસ્કૃતિનું અપમાન ખુલ્લેઆમ – જુઓ PHOTOS

ટીવી ઉપર ઘણી એવી જાહેરાતો ઘણીવાર આવતી હોય છે જેના કારણે મોટા મોટા વિવાદ પણ સર્જાતા હોય છે, ત્યારે હાલ એવી એક જાહેરાત વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. જેમાં મંગળસૂત્રની જાહેરાત દરમિયાન મોડલને ફક્ત બ્રામાં બતાવતા જ લોકો ગુસ્સે ભરાયા છે, અને હિન્દૂ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

દિગ્ગજ ફેશન ડિઝાનર સબ્યસાચી મુખર્જીએ પોતાના યુનિક ડિઝાઇન્સ અને બૉલીવુડ સેલેબ્સની સાથે નજીકતાને લઈને ચર્ચામાં રહે છે. સબ્યસાચીની ડિઝાઇન કરેલા કપડાં અને જવેલરીની કિંમત લાખો રૂપિયા જોય છે. આમ તો તે તેમના ડિઝાઇન કરેલા કપડાના કારણે ચર્ચામાં રહે છે પરંતુ હાલ તેમની એક ડિઝાઇનના કારણે તે ચર્ચામાં આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Lusso Bulletin (@lussobulletin)

સબ્યસાચીએ એક મંગળસૂત્ર ડિઝાઇન કર્યું છે. જેની જાહેરાત તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરી છે. મંગળસૂત્ર દેખાવમાં ખુબ જ સુંદર લાગી રહ્યું છે. પરંતુ સબ્યસાચીને તમેની જાહેરાત માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કારણ કે એડમાં તેમને બ્રાઈડ અને ગ્રૂમ બંનેને ખુબ જ બોલ્ડ અવતારમાં બતાવ્યા છે.

સબ્યસાચીની એક એડમાં ફિમેલ મોડલને જ્યાં ફક્ત બ્રા પહેરીને બતાવવામાં આવી છે તો મેલ મોડલ એકદમ ટોપલે છે. તો એજ પ્રકારે બીજી એડમાં ફિમેલ મોડલ બ્લેક રંગની ડીપ નેક ડ્રેસ પહેરીને નજર આવી રહી છે અને મેલ મોડલ ટોપલે છે. સબ્યસાચીએ આ એડ શેર કરવાની સાથે લખ્યું છે, “એક રોયલ બંગાળી મંગળસૂત્ર 1, 2-બંગાળ ટાઇગર આઇકોન VVS હીરા, કાળા ગોમદા અને કાળા તામચીની સાથે 18 કેરેટ સોનામાં હાર.”

એક યુઝર્સ દ્વારા સબ્યસાચીની પોસ્ટ ઉપર કોમેન્ટ કરવામાં આવી છે, “તમે કોની જાહેરાત જોઈ રહ્યા છો. હવે આ જવેલરી કોઈ નહિ પહેરે, કારણ કે તમે દુનિયાને એ બતાવ્યું છે કે જો મેં આ જવેલરી પહેરી લીધો, તો હું કોઈ ગંદી મહિલા હોઈશ.”

તો આ પ્રકારે એક અન્ય યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “જેને ખરીદવી હશે તે ફોટો જોઈને નહીં ખરીદે.” તો એક અન્ય યુઝર્સે એમ પણ કહ્યું છે કે કોઈ બીજી રીત નહોતી જવેલરી બતાવવાની. તો ઘણા યુઝર્સ તેને બાયકોટ કરવાની પણ માંગણી કરી રહ્યા છે.

 

Niraj Patel