શું તમે જાણો છો? આ સંતના આશિર્વાદથી ઈન્દિરા ગાંધી બન્યા હતા વડાપ્રધાન, ઈગ્લેન્ડના રાજ કુમારથી લઈને ભારતના પ્રધાનમંત્રી આ સંત સામે ઝુકાવતા માથું

ઈગ્લેન્ડના રાજ કુમારથી લઈને ભારતના પ્રધાનમંત્રી આ સંત સામે ઝુકાવતા માથું

ભારતને સંતો અને ઋષિમુનીઓને દેશ કહેવામાં આવે છે. આપણ દેશમાં અનેક એવા ઋષિઓ થઈ ગયા છે જેમના જીવન ચમત્કારી હતા. તેઓએ એવા એવા ચમત્કાર કર્યા છે જેને જાણીને દરેક લોકો હેરાન થઈ જાય છે. આવા જ એક સંત હતા સંત દેવરહા બાબા. તેમના વિશે એવુ કહેવાય છે તેઓ સરળ, અને શાંત પ્રકૃતિના હતા પરંતુ તેમની પાસે જે જ્ઞાન હતુ કે અલૌકિક હતું. તેમને મળવા માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશથી પણ અનેક હસ્તીઓ આવતી હતી.

તેમનું વતન ઉત્તર પ્રદેશું દેવરિયા હતું જેને કારણે લોકો તેને દેવરહા બાબા તરીકે ઓળખવા લાગ્યા. એક માન્યતા એવી પણ છે કે તેમની પાસે અલૌલિક શક્તિ હતી. તેઓએ ધ્યાન અને યોગથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હતી જેથી લોકો તેને દિવ્ય સંત કહેતા હતા. તેમના ભક્તોનું માનવું છે કે, તઓ 250થી 500 વર્ષ સુધી જીવ્યા હતા. 19 જુન 1990માં પોતાનો દેહ ત્યાગ કરવાર દેવરહા બાબા વિશે અનેક કિસ્સાઓ પ્રચલિત છે.

એક વાયકા એવી પણ છે કે આ બાબા પાણીની ઉપર પણ ચાલી શકતા હતા, તેમણે પ્લવિની સિદ્ધિ મેળવી હતી. એવુ પણ કહેવાય છે કે તેઓએ કોઈ પણ જગ્યાએ જવા માટે ક્યારેય કોઈ સવારી નથી કરી. તેઓ દર વર્ષે માઘ મેળાના સમયે પ્રયાગ જતા હતા. યમૂનાના કિનારે વૃંદાવનમાં તેઓ અડધી કલાક સુધી શ્વાસ લીધા વિના પાણીમાં રહેતા હતા. જો કે પોતાના તપ, સિદ્ધીઓ અને તેમની ઉંમરને લઈને બાબાએ ક્યારેય કોઈ દાવો કર્યો નથી. જો કે તેમની આસપાસ રહેતા લોકોએ આ બધી વાતો કહી છે.

કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે ભક્તો કઈ કે તે પહેલા જ બાબા તેમના મનની વાત જાણી લેતા હતા. હવે વાત કરીએ એક એવા કિસ્સાની જ્યારે ભારતમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી થઈ અને કોંગ્રેસ નેતા ઈન્દિરા ગાંધીની હાર થઈ. એવુ કહેવાય છે કે ઈન્દિરા ગાંધી બાબાના આશિર્વાદ લેવા આવ્યા હતા.

બાબાએ હાથ ઉંચો કરીને ઈન્દિરાજીને આશિર્વાદ આપ્યો. ત્યાંથી પરત ફરીને ઈન્દિરા ગાંધીએ તેમનું ચૂંટણી ચિન્હ હાથનો પંજો રાખી દીધુ. આજ ચિન્હ પર ઈન્દિરા ગાંધીએ 1980માં ચૂંટણી લડી અને કોંગ્રેસને પ્રંચડ જીત મળી અને તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા.

બાબા હંમેશા નિર્વસ્ત્ર રહેતા માત્ર મૃગની છાલ જ પહેરતા. નોંધનિય છે કે 1911માં બાબામા આશ્રમમાં જોર્ય પંચમ પણ આવ્યા હતા. આ ઉપરાંત દેશના અનેક મહાનુભવો અહીં આવી ચૂક્યા છે, જેમા ડો. રાજેન્દ્ર પ્રસાદ, મદનમોહન માલવિય,ઈન્દિરા ગાંધી,અટલ બિહારી વાજપેયી, મુલાયમ સિંહ,વીર બહાદુર સિંહ,વિંદેશ્વરી દુબે, જગન્નાથ મિશ્ર સહિતના નેતાઓ સામેલ છે.

આ ઉપરાંત દેશના ટોચના અધિકારીઓ પણ તેમના આશિર્વાદ લેવા આવતા. ચાર થાંભલા પર ઉભેલો માચડો જ તેમનો મહેલ હતો જ્યા નીચે ઉભા રહીને જ લોકો તેમના દર્શન કરતા. દેવરિયાના મઈલ ગામમાં જ તેઓ આઠ મહિના વિતાવતા. માચડા પર બેઠા બેઠા જ બાબા લોકોનું કલ્યાણ કરી દેતા હતા.

YC