નિર્ભયા જેવો કાંડ ! યુવતિનું અપહરણ કરી 5 યુવકોએ કર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધો સળિયો, પછી મરવા માટે…

નિર્ભયાના નરાધમો ફાંસીએ લટકીને મર્યા તો પણ હજુ સુધર્યા નથી બીજા નરાધમો, ફરી એક દીકરીના પ્રાઇવેટ ભાગમાં સળિયો નાખીને…વાંચો દર્દનાક કિસ્સો

આજે પણ નિર્ભયા કાંડનું નામ સાંભળતા જ લોકોનું હ્રદય કંપી ઉઠે છે. ત્યારે ફરી એકવાર નિર્ભયા જેવો મામલો સામે આવવો એ લોકોના શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરી દે તેવું છે. દિલ્લીની 38 વર્ષિય યુવતિનું ગાઝિયાબાદમાં 5 લોકોએ અપહરણ કર્યુ અને 2 દિવસ સુધી સામૂહિક બરાત્કાર ગુજાર્યો. હેવાનોએ ગેંગરેપ કર્યા બાદ યુવતિના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડી દીધો હતો.એવું કહેવામાં આવી રહ્યુ છે કે, યુવતિ રસ્તા પર હાથ-પગ બાંધેલી હાલતમાં બોરીમાં પડી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પૂછપરછ દરમિયાન યુવતિએ જણાવ્યુ કે, તે દિલ્લી સ્થિત નંદનગરીની રહેવાસી છે અને ગાઝિયાબાદના નંદગ્રામ ક્ષેત્રમાં તેના ભાઇના ઘરે જન્મદિવસની પાર્ટીમાં ગઇ હતી. ત્યાંથી પરત ફરતા સમયે યુવતિનું 5 લોકોએ અપહરણ કર્યુ અને ગેંગરેપ કર્યો. હાલ તો મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પોલિસે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરી 4 લોકોને પકડી પાડ્યા છે.

18 ઓક્ટોબરના રોજ ત્રણ વાગ્યા આસપાસ નંદગ્રામ પોલિસને યુપી-112ના માધ્યમથી સૂચના મળી કે આશ્રમ રોડ પાસે એક યુવતિ પડી છે. સૂચના પર પોલિસ ઘટનાસ્થળે પહોંચી. એસપી સીટીએ જણાવ્યુ કે, પીડિતાએ પહેલા 2 આરોપીઓનુ જણાવ્યું હતું, પરંતુ બાદમાં 5નુ જણાવ્યું. પોલીસે આમાંથી 4 લોકોને કસ્ટડીમાં લીધા છે.અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પીડિતાનો આરોપી સાથે પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને તે પ્રોપર્ટીનો વિવાદ કોર્ટમાં પણ પહોંચ્યો.

આ મામલામાં દિલ્હીના મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલે ટ્વિટ કર્યું કે દિલ્હીની યુવતી ગાઝિયાબાદથી રાત્રે પાછી આવી રહી હતી. જ્યારે તેને બળજબરીથી કારમાં લઈ જવામાં આવી હતી. 5 લોકોએ 2 દિવસ સુધી તેના પર બરાત્કાર કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો. રસ્તાની બાજુમાં તે એક કોથળામાં મળી આવી હતી અને ત્યારે પણ તે સળિયો અંદર હતો. હોસ્પિટલમાં તે જીવન અને મોત માટે લડાઈ લડી રહી છે.

Shah Jina