વાયરલ ‘વડાપાવ’ વાળી સામે બૉલીવુડની હિરોઈન પણ પાણી ભરે.. રેકડી પર લોકોએ કહ્યું તમે ફિલ્મોમાં કેમ નથી કામ કરતા? જુઓ

દિલ્લીની આ ‘વડાપાવ’ વાળીની રેકડી પર લોકો જોઇ રહ્યા છે કલાકો સુધી રાહ- જાણો શું છે વાયરલ થવાનું કારણ

દિલ્હીમાં મુંબઈના સ્વાદવાળા વડાપાવ વેચતી એક યુવતિ હાલમાં ઘણી વાયરલ થઈ રહી છે. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તેનો વીડિયો છવાયેલો છે. જો કે કેટલાક વીડિયોમાં તે રડતી પણ જોવા મળે છે, અને અન્યમાં પોતાની કહાની કહેતી જોવા મળે છે. આ યુવતિ તેના પતિ સાથે આ કામ કરે છે. કેટલાક વીડિયોમાં જોવા મળ્યું હતું કે વાયરલ થયા બાદ તેની રેકડી પર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

વડાપાવ ખાવા માટે પણ લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. આ યુનતિનું નામ ચંદ્રિકા ગેરા દીક્ષિત છે. અગાઉ તે હલ્દીરામમાં કામ કરતી હતી. તેનું કહેવું છે કે પુત્રની તબિયત સારી ન હોવાથી તેને નોકરી છોડવી પડી હતી. બંને પતિ-પત્નીએ નોકરી છોડીને વડાપાવનો સ્ટોલ લગાવ્યો. તે કહે છે કે રસોઈ બનાવવી તેનો શોખ હતો, તેણે આ શોખને વ્યવસાયમાં ફેરવી દીધો. દિલ્હીમાં મોટાભાગના લોકો ટિક્કી બનાવે છે અને વડાપાવના નામે ખવડાવે છે.

પરંતુ તે વડાપાવને મુંબઈ સ્ટાઈલમાં બનાવે છે. ચંદ્રિકા કહે છે કે તે મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની છે અને દિલ્હીના લોકોને મુંબઈનો સ્વાદ આપી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક તે રડતી પણ જોવા મળી હતી અને કહેતી હતી કે તેનો સ્ટોલ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જ્યારે અન્ય એક વીડિયોમાં તે લોકોની ભીડથી પરેશાન થયેલી પણ જોઇ શકાય છે. ઘણા લોકો તેની રેકડી પર વડાપાવ ખરીદવા આવે છે અને તેને કારણે રસ્તો પણ જામ થઈ જાય છે. તે પોતે કહે છે કે લોકો વડાપાવ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહે છે કે જો તેની જગ્યાએ કોઈ પુરુષ હોત તો લોકોની આટલી લાંબી લાઈનો ન હોત.

 

View this post on Instagram

 

A post shared by Jugraj Singh (@food_founder_)

Shah Jina