દુઃખદ સમાચાર: ટીવી અભિનેતાનું થયું નિધન, 3 વર્ષ પહેલા લગ્ન થયેલા, ઘરે 1 નાનું બાળક પણ છે

ફિલ્મ અને ટીવી જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર આવી રહી છે, થોડા જ સમયમાં કેતકલાક કલાકારો અને જાણીતી હસ્તીઓના નિધને મનોરંજન જગતને હલ્બલાવોને રાખી દીધું છે, ત્યારે હવે વધુ એક ખબરે ઇન્ડસ્ટ્રી અને ચાહકોના દિલ તોડીને રાખી દીધા છે. સુપર હિટ ટેલિવિઝન શો ‘ભાભી જી ઘર પર હૈ’ના એક એક્ટરનું નિધન થયું છે.

સિરિયલમાં મલ ખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. ટીવી ઉપરની પ્રખ્યાત ધારાવાહિક “ભાભીજી ઘર પે હે”ના અભિનેતા દીપેશ ભાનનું નિધન થયું હોવાની ખબર સામે આવી છે.

દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન સિંહના રોલમાં જોવા મળ્યો હતો. તે આ સિરિયલ સાથે લાંબા સમયથી જોડાયેલો હતો. શોના સહાયક નિર્દેશક અભિનયરે અભિનેતાના નિધનની પુષ્ટિ કરી છે. દિપેશ પોતાની પાછળ પત્ની અને એક બાળકને છોડી ગયો છે. તેઓએ વર્ષ 2019માં દિલ્હીમાં લગ્ન કર્યા હતા.

મળતી માહિતી મુજબ, દિપેશ શુક્રવારે ક્રિકેટ રમી રહ્યો હતો, પરંતુ ક્રિકેટ રમતા રમતા તે અચાનક પડી ગયો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતો. અભિનિત સહાયક નિર્દેશકની સાથે, અભિનેતા વૈભવ માથુરે પણ દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે “હા તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી નથી.”

તમને જણાવી દઈએ કે શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા અને બંનેની સાથે ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ હતી. દિપેશ લાંબા સમયથી ટીવીની દુનિયા સાથે જોડાયેલો હતો. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા, તે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિતના ઘણા કોમેડી શોનો ભાગ રહી ચૂકી છે.

આ સિવાય તેણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં જોવા મળ્યો હતો અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ ઉત્પતંગ ચટપટ્ટી કહાની’માં કામ કર્યું હતું. દિપેશે દિલ્હીથી સ્નાતક થયા પછી સીધા જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. અહીંથી એક્ટિંગનો કોર્સ પૂરો કર્યા બાદ દિપેશ વર્ષ 2005માં મુંબઈ આવ્યો હતો.

તમને જન દઈએ કે આ અભિનેતાએ ટીવી પર’ ભાભી જી ઘર પર હૈ’ પહેલાં ‘કોમેડી કિંગ કોન’, ‘કોમેડી ક્લબ’, ‘ ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિત અનેક શોમાં કામ કર્યું છે. 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતૂ ઉટપટાંગ ચટપટી કહાની’માં પણ દીપેશે કામ કર્યું છે. આ સાથે જ એક્ટર આમિર ખાન સાથે T-20 વર્લ્ડકપની જાહેરાતમાં પણ કામ કર્યું હતું.

દીપેશ ભાનની પત્ની ખુબ જ સુંદર છે અને હંમેશા તે પોતાના દીકરા અને પત્ની સાથે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. એક વીડિયોમાં બંને સમુદ્ર કિનારે મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. અભિનેતાની માં નું વર્ષ 2021માં નિધન થઇ ગયું હતું, જેના બાદ પોતાની માં ની તસ્વીર પોસ્ટ કરીને તેણે લખ્યું કે,”મા તું શા માટે ચાલી ગઈ.આઈ લવ યુ મા તું ખુબ જ યાદ આવીશ.

હું તને ખુબ જ યાદ કરીશ મા. છેલ્લા સમયમાં તને પિતાજી લેવા માટે આવ્યા હશે, હું તને ખુબ જ પ્રેમ કરું છું મા. હું જાણું છું કે તું મારી પાસે જ છે. માં તું જ્યા પણ હોય શુકુન અને શાંતિથી રહે તેવી ભગવાન પાસે પાર્થના છે. આવનાર જન્મમાં પણ તારો જ દીકરો બનું”.

YC