હદ છે યાર હવે તો…અમદાવાદના નિકોલમાં એક રેસ્ટોરાંના સંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર- AMCએ કરી મોટી કાર્યવાહી

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ક્યારેક પીઝામાંથી ગરોળી તો ક્યારેક વેફરના પેકેટમાંથી દેડકો… ત્યારે હાલમાં જ અમદાવાદમાં ફરી એકવાર ખાદ્યપદાર્થમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યુ છે, આ દરમિયાનનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

અમદાવાદના નિકોલમાં આવેલ દેવી ઢોસાના સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો હોવાનું સામે આવ્યા બાદ AMCના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના નિકોલના દેવી ઢોસામાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો. ગંગોત્રી સર્કલ પાસે આવેલ દેવી ઢોંસા પેલેસમાં ગ્રાહકે મંગાવેલા ઢોંસાના સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો. આ પછી ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી અને તે બાદ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી.

ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાં તપાસ કરી તો કિચન હાઈજેનિક કન્ડિશનમાં મળ્યુ નહોતુ. આ પછી AMCના ફૂડ વિભાગ દ્વારા દેવી ઢોંસા પેલેસ રેસ્ટોરન્ટને સીલ મરાઇ. હજુ તો ગઈકાલે જ ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આ પહેલા થોડા દિવસો અગાઉ એક મહિલાના અમૂલના આઈસક્રીમમાંથી કાનખજૂરો નીકળ્યો હતો જ્યારે મુંબઈમાં એક ડોક્ટરને આઈસક્રિમ કોનમાંથી વ્યક્તિની કપાયેલી આંગળી મળી હતી.

Shah Jina