શું તારક મહેતામાં હવે પાછા નહીં આવે દિશા વાંકાણી ? આ અભિનેત્રીએ કહ્યું, મને દયાબેન બનાવી દો

ફેન્સને મળશે જલ્દી ખુશબખરી? આ એક્ટ્રેસે કહ્યું મને દયાબેન બનાવી દો

છેલ્લા 12 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની આજે પહેલી પસંદ છે. આ શોની અંદર રહેલા પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. તો ઘણા પાત્રો આ શોને અલવિદા કહીને પણ ચાલ્યા ગયા છે અને તેમની જગ્યાએ ઘણા નવા પાત્રો પણ શોમાં જોવા મળ્યા છે.

પરંતુ આ શોની અંદરનું એક પાત્ર એવું છે જેને આજ સુધી કોઈ રિપ્લેસ કરી શક્યું નથી. એ પાત્ર છે શોના દયાબેનનું. દયાબેનનું પાત્ર નિભાવી રહેલા અભિનેત્રી દિશા વાંકાણી છેલ્લા ઘણા સમયથી આ શોમાંથી દૂર છે, છતાં પણ તેમની જગ્યાએ કોઈ આવી નથી શક્યું.

છેલ્લા ઘણા સમયથી શોના મેકર્સ પણ દિશા વાંકાણી આ શોમાં પાછા ફરે તેની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર ખબરો પણ આવે છે કે દયાબેન શોમાં પરત ફરશે પરંતુ સમય સાથે એ વાતો પણ અફવાઓ સાબિત થાય છે.

દિશા વાંકાણી 2017માં મેટરનિટી લિવ ઉપર ગયા હતા, ત્યારબાદથી જ તે આ શોમાં પરત નથી ફરી રહ્યા.  ફક્ત એકવાર તેમને એપિસોડ માટે કેમિયો જરૂર કર્યો હતો. શોના ચાહકો તેમને આજે પણ મિસ કરે છે.

તો આ બધા વચ્ચે જ “નાગિન-4″ની અભિનેત્રી રાખી વીજાન દ્વારા તારક મહેતામાં દયાબેનનું પાત્ર નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને દયાબેનના પાત્રને લઈને ફરી ચર્ચાનો માહોલ જામી ઉઠ્યો છે.

એક ઇન્ટરવ્યૂમાં વાત કરવા દરમિયાન રાખીએ જણાવ્યું હતું કે “કોઈપણ દયાબેન ના બની શકે, કારણ કે તે આઇકોનિક છે. પરંતુ એક મોકો આપવો જોઈએ. હું તે પાત્ર નીભવવાનું પસંદ કરીશ. હું મારા ચાહકોને ફરી એકવાર હસાવવાનું પસંદ કરીશ.”

તમને જણાવી દઈએ કે રાખી “હેમ પાંચ” અને “મધુબાલા:એક ઇશ્ક એક જૂનુન” જેવા હિટ શોની અંદર કોમિક રોલ માટે ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત “નાગિન 4″માં પણ તેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

Niraj Patel