દયાબેનની જેમ એવી ગરબે ઘૂમી કે વીડિયો જોઇ દિશા વાકાણી પણ હેરાન રહી જશે…જુઓ તમે પણ કંફ્યુઝ થઇ જશો કે આ શો વાળા તો દયાભાભી નથી ને..

જો તમે પણ મિસ કર્યા છે દયાબેન અને જેઠાલાલના ગરબા તો જલ્દીથી જોઇ લો ! જોતા જ થઇ જશો કંફ્યુઝ કે આ શો વાળા તો દયાભાભી નથી ને…

ટીવીનો લોકપ્રિય અને પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. પરંતુ આ શોના સૌથી લોકપ્રિય પાત્રો દયાબેન અને જેઠાલાલ છે. જેમને ચાહકોએ આટલા વર્ષોથી ખૂબ જ પ્રેમ આપ્યો છે. દયાબેન અને જેઠાલાલના કેટલાક રોમેન્ટિક અને કોમેડી સીન્સ એવા છે જેમને ચાહકો ખૂબ જ મિસ કરે છે અને સ્પેશિયલી તો તેમના ગરબા કે જેને ચાહકો હાલ ખૂબ જ મિસ કરી રહ્યા છે.

હાલ તો દયાબેન આ શોનો ભાગ નથી તેઓ વર્ષ 2017માં મેટરનીટી લિવ પર ગયા હતા જે બાદ તેઓ હજી સુધી પરત ફર્યા નથી. ચાહકો હજી સુધી દયાબેનના પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે.હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હતો ત્યારે દયાબેન અને જેઠાલાલના ગરબાને આ વર્ષે ભલે તારક મહેતાના દર્શકોએ ટીવી ઉપર મિસ કર્યા હોય, પરંતુ સોશિયલ મીડિયામાં દયાબેન અને જેઠાલાલના આ ગરબા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

જેમાં આ નાનકડા દયાબેન નાનકડા જેઠાલાલ ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. દયાબેન અને જેઠાલાલનો ગરબે ઘૂમતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં જે નાનકડા દયાબેન દેખાય છે તે એકદમ શોના દયાભાભીની જેમ જ લાગી રહ્યા છે અને તે દયાભાભીની જેમ જ ગરબા રમી રહ્યા છે. વીડિયોમાં માત્ર દયાબેન જ નહિ પરંતુ જેઠાલાલ પણ જોવા મળી રહ્યા છે.

આ નાનકડા જેઠાલાલ પણ શોના જેઠાભાઇ જેવા જ લાગી રહ્યા છે અને તે જેઠાલાલ જેવી જ એક્ટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે જેઠાલાલ જેવા કપડા પહેર્યા છે અને જેઠાલાલ જેવી મૂછો પણ રાખી છે. આ વીડિયો વાયરલ થયા બાદ ગુજ્જુ રોક્સની ટીમે આ યુવતિનો સંપર્ક કર્યો હતો અને તેમના સાથે વાતચીત કરી હતી. જે અનુસાર, આ વીડિયો અમદાવાદના બાપુનગર, ઇન્ડિયા કોલોનીની ગોકુલધામ સોસાયટીનો છે.

જ્યાંની રહેવાસી મોહીની પંચાલ અને દીરતી સોનીએ દયાબેન અને જેઠાલાલનો મેકઓવર કર્યો છે. તેઓ નવરાત્રીમાં દયાબેન અને જેઠાલાલ બની સોસાયટીમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તમને જે દયાબેન દેખાઇ રહ્યા છે તે મોહીની પંચાલ છે અને જેઠાલાલ છે તે દીરતી સોની છે. આ બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. દયાબેન અને જેઠાલાલની જેમ જ મોહીની અને દીરતી બંને ગરબે ઘૂમી રહ્યા છે.

મોહીની એકદમ દયાબેનની જેમ ગરબે ઘૂમતા ઘૂમતા પોતાની જગ્યા છોડી આગળ આગળ જતી રહે છે અને જેઠાલાલ એટલે કે દીરતી પણ ગરબે ઘૂમતા ઘૂમતા દયાબેનની પાછળ પાછળ જતા જોવા મળી રહી છે. આ બંને મોર બની થનગાટ કરે એ ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તે બંનેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

એક યુઝરે તો આ વીડિયો જોઇ એવું પણ કહી દીધુ કે, દયાબેનની જગ્યાએ આ પરફેક્ટ ફિટ થશે. ત્યાં જ બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, બંને ખૂબ જ સરસ કરી રહ્યા છે એકદમ દયાબેન અને જેઠાલાલની જેમ. આ વીડિયો પર ઘણા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જેઠાલાલ અને દયાબેનની પ્રશંસા કરી રહ્યા છે.

તો તમે પણ આ વીડિયો જુઓ અને જણાવો કે તમને દયાબેન અને જેઠાલાલના ગરબા કેવા લાગ્યા ? તમે પણ આ વીડિયો પર તમારી પ્રતિક્રિયા આપો.

Shah Jina