દેશની આ દીકરીએ અમેરિકામાં વગાડ્યો પોતાના નામનો ડંકો, જીત્યો મિસિસ USAનો તાજ, પરિવારની જવાબદારી પણ સાચવે છે, જુઓ તસવીરો

એક તરફ આખા પરિવારની જવાબદારી, બીજી તરફ નોકરી અને છતાં દેશની આ મહિલાએ USAમાં આપાવ્યું ભારતને મોટું સન્માન, જુઓ

Meenu gupta mrs asia usa 2023: ઘણા લોકો એવા હોય છે જે કોઈપણ પરિસ્થિતિમાં સફળ થવા ઈચ્છે છે અને સફળ થવા માટે ખુબ જ તનતોડ મહેનત પણ કરતા હોય છે. ત્યારે એવા ઘણા લોકોની કહાનીઓ પણ સામે આવે છે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને કઠિન પરિસ્થિતિને પણ પાર કરીને ઝળહળતી સફળતા મેળવી હોય.

હાલ એક એવી જ મહિલાની કહાની વાયરલ થઇ રહી છે. ઉત્તર પ્રદેશની બરેલીની દીકરી મીનુ ગુપ્તાએ દેશનું ગૌરવ વધારતા અમેરિકામાં આયોજિત મિસિસ યુએસએ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં 26 મેના રોજ યોજાયેલા આ રંગારંગ કાર્યક્રમમાં મીનુને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

નવાબગંજની રહેવાસી મીનુ પાસે અમેરિકન નાગરિકતા છે. તેથી જ તે મિસિસ યુનિવર્સ 2023માં ભાગ લઈ શકી હતી. જેમાં અમેરિકાના વિવિધ શહેરોમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઘણા રાઉન્ડ પછી, અંતિમ નિર્ણય મીનુની તરફેણમાં ગયો. મીનુ 20 નવેમ્બર 2021ના રોજ કેલિફોર્નિયામાં મિસિસ એશિયા અમેરિકાનો ખિતાબ જીતી ચૂકી છે.

સુગર મિલમાંથી નિવૃત્ત થયેલા કૌશલ ગુપ્તા નવાબગંજની જૂની હોસ્પિટલ પાસે રહેતા હતા. અહીં જ મીનુનો જન્મ થયો હતો. આ પછી કૌશલ ગુપ્તા સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા નોકરી મેળવ્યા બાદ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કિછામાં રહેવા ગયા. મીનુએ જીજીઆઈસી, કિછામાં ધોરણ છથી મધ્યવર્તી સુધીનો અભ્યાસ કર્યો. આ પછી, તેણે પંતનગર યુનિવર્સિટીમાંથી બીએસસી અને પંજાબ યુનિવર્સિટીમાંથી એમએસસીનો અભ્યાસ કર્યો.

મીનુએ જુનિયર રિસર્ચ ફેલોશિપમાં દેશમાં ચોથો રેન્ક મેળવ્યો હતો. મીનુ કહે છે કે “બધા યુવાનોએ તેમનો અભ્યાસ યોગ્ય રીતે કરવો જોઈએ. તમે અભ્યાસ દ્વારા બધું પ્રાપ્ત કરી શકો છો. મીનુએ કહ્યું કે આજે તે જે કંઈ પણ છે તે તેના અભ્યાસને કારણે છે. તે કહે છે કે તેને આગળ વધવાની પ્રેરણા તેના પિતા પાસેથી મળી હતી. તે તેના માટે હીરો છે.

તેના પિતાએ કહ્યું હતું કે જો તમારે જીવનમાં કંઇક મોટું કરવું હોય તો ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.અભ્યાસમાં વધુને વધુ સમય વિતાવો તેનાથી તમારા બધા સપના પૂરા થશે. પંતનગર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મીનુએ નેપાળના વિશાલ ગુપ્તા સાથે લગ્ન કર્યા. તેઓ અમેરિકામાં એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતા.

લગ્ન પછી મીનુ પણ અમેરિકા જતી રહી. ત્યાં તેણે ફાયનાન્સ વિષયમાંથી એમબીએ કર્યું.આ પછી તેણે અહીં નોકરી શરૂ કરી. ગયા અઠવાડિયે જ, મીનુ માઇક્રોસોફ્ટમાં Xbox માર્કેટિંગ લીડ નોર્થ અમેરિકાની નોકરી છોડીને ઓવલ કંપનીમાં સિનિયર મેનેજર (ફાઇનાન્સ) તરીકે જોડાઇ છે. મીનુને દસ વર્ષનો દીકરો હૃદય અને સાત વર્ષની દીકરી ઇદયા છે. પતિ વિશાલ અમેરિકામાં જ એક ઈન્ટરનેશનલ કંપનીમાં મોટા હોદ્દા પર કામ કરે છે.

Niraj Patel