દીકરીએ આપ્યુ પિતાને સ્પેશિયલ સરપ્રાઇઝ, બર્થ ડે પર ગિફ્ટમાં આપી એવી વસ્તુ કે લોકો બોલ્યા- દીકરી હોય તો આવી…

પિતાના જન્મદિવસ પર દીકરીએ કંઇક એવું ગિફ્ટ કર્યુ કે પરિવારની આંખો ભરાઇ આવી !

એક પિતા અને દીકરી વચ્ચે કેવો સબંધ હોય છે તે જણાવવાની જરૂરત નથી. દીકરીઓ પપ્પાની રાજકુમારી હોય છે. તેમની જરૂરત અને ખુશીઓ પિતા માટે સૌથી પહેલા આવે છે. દીકરીના બધા સપના પૂરા કરવા માટે પિતા એડી ચોટીનું જોર લગાવે છે. ત્યાં દીકરીનો પહેલો પ્રેમ પણ પિતા જ હોય છે. પિતા અને દીકરીની આવી જ સ્પેશિયલ બોન્ડિંગનો અને પ્રેમનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર rida.tharanaa નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે દીકરી તેના પિતાને એવું ખાસ સરપ્રાઇઝ આપે છે કે જોનારા પણ ભાવુક થઇ જાય. હંમેશા નેનો ગાડીમાં જનારા પરિવારમાં દીકરીએ પિતાના બર્થ ડે પર તેમને ડ્રિમ કાર ગિફ્ટ કરી. તો લોકો બોલ્યા પ્રાઉડ ઓફ યુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો દીકરીની ખૂબ પ્રશંશા કરી રહ્યા છે. આ વીડિયોને 80 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે અને સેંકડો લોકોએ કમેન્ટ કરી છે.

આ વીડિયો ખૂબ જ ક્યુટ અને ઇન્સપાયરિંગ છે. માતા પિતા તો હંમેશા તેમના બાળકોની ખ્વાહિશો અને જરૂરતોને પૂરી કરવામાં જોડાયેલ રહે છે, પણ જ્યારે એક દીકરીએ તેના પિતાને તેમના જન્મદિવસ પર ખૂબસુરત ગિફ્ટ આપી તો કોઇ પણ તેના વખાણ કરતા પોતાને રોકી શક્યુ નહિ. પિતા અને દીકરી પરિવાર સાથે ગાડીમાં બેસી જઇ રહ્યા છે, પિતાને ખબર નથી હોતી કે તે ક્યાં જઇ રહ્યા છે. પણ શોરૂમ પહોંચતા જ દીકરીએ પિતાને તેમના જન્મદિવસ પર તેમની ડ્રીમ કાર ગિફ્ટ કરી છે.

વીડિયોમાં દીકરી સાથે પિતા હાથમાં કારની ચાવી લઇ શોરૂમની બહાર ઊભેલા જોઇ શકાય છે. તેમના ચહેરાની સ્માઇલ જણાવી રહી છે કે તેમની દીકરીએ તેમને જે સરપ્રાઇઝ આપ્યુ છે તે દિલને સ્પર્શી ગયુ છે. વીડિયો શેર કરવાની સાથે દીકરીએ કેપ્શનમાં લખ્યુ- હૈપ્પી બર્થ ડે અબ્બૂ. હું તમને ચાંદ સુધી અને પાછી આવ્યા સુધી પ્રેમ કરુ છુ. મને ખબર છે કે આ આપણા બંને માટે અકબીજાને સમજવાની યાત્રા રહી છે, પણ તમે પહેલા વ્યક્તિ છો જેનાથી મને પ્રેમ થયો અને તે આમ જ રહેશે.

પોતાની છોકરીઓ પર વિશ્વાસ કરવા અને સામાજિક માનદંડોને તોડવા માટે આભાર. આ વીડિયો પર લોકો ભરી ભરી પ્રેમ લૂંટાવી રહ્યા છે અને આ દીકરીને પ્રેરણા આપનારી દીકરી ગણાવી રહ્યા છે. જેણે પણ વીડિયોમાં બાપ-દીકરીનો પ્રેમ જોયો તે ભાવુક થઇ ગયા અને લોકો આ દીકરી પર ગર્વ કરવાથી પોતાને રોકી ન શક્યા. દીકરી વીડિયોમાં જણાવે છે કે તેના પિતા હંમેશા એક કાર ઇચ્છતા હતા, અને પરિવાર પાસે વર્તમાનમાં એક લાલ નેનો છે. આ માટે 4 જાન્યુાઆરીએ તેણે પિકાના જન્મદિવસ પર તેમને એક કાર આપવાનો નિર્ણય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Rida Tharana (@rida.tharanaa)

Shah Jina