માંડવે જાન આવતા જ ખુશીથી ઝૂમી ઉઠી દુલ્હન, વરરાજાની સામે જ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોતા જ રહી ગયા જાનૈયાઓ, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ખાસ કરીને લગ્નની અંદર થતી મજાક મસ્તી લોકોને ખુબ જ પસંદ આવે છે. તો લગ્નમાં થતા ડાન્સ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. આવી સ્થિતિમાં જો વર-કન્યા ડાન્સ કરવા લાગે તો સોનામાં સુગંધ ભળે છે. ત્યારે હાલ એક કન્યાનો ડાન્સ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

લગ્ન સમયે જાન આવે ત્યારે બધા જ ખુબ જ ઉત્સાહિત હોય છે. કન્યા પણ પોતાના વરરાજાને જોવા માટે ઘેલી થતી હોય છે અને ચોરી છૂપે પણ પોતાના વરરાજાને જોવા માટે બહાર નીકળે છે. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કંઈક એવું જ જોવા મળે છે. પરંતુ આ વીડિયોમાં કન્યા ચોરી છૂપે નહિ પરંતુ જાહેરમાં જોવા મળે છે અને વરરાજાની સામે એવો ધમાકેદાર ડાન્સ કરે છે કે બધા જ જોતા રહી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન પિંક અને રેડ કલરના લહેંગામાં સજ્જ છે. તે એકદમ સુંદર દેખાઈ રહી છે. લગ્નની બંને બાજુ મહેમાનો અને અન્ય લોકો ઉભા છે. કન્યા જાન આવવાની ખુશીને નિયંત્રિત કરી શકતી નથી અને તમામ મહેમાનોની સામે જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. તે પોતાના ડાન્સથી બધાના દિલ જીતી લે છે. વીડિયોમાં દુલ્હન ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત ‘સાજન જી ઘર આયે…’ પર ડાન્સ કરતી જોવા મળે છે. વરરાજા ઘોડા પર બેઠો છે અને કન્યા તેની તરફ ઈશારો કરીને ડાન્સ કરી રહી છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર _weddings_pictures નામથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ઉગ્રતાથી પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને ખૂબ શેર પણ કરી રહ્યા છે.

Niraj Patel