આ વૃદ્ધ દાદાએ સલમાન ખાનના “ઓ ઓ જાને જાના” ગીત ઉપર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે વીડિયો જોઈને લોકોના મોઢા પણ ખુલ્લા રહી ગયા

દાદાએ ભાઈજાનના “ઓ ઓ જાને જાના” ગીત ઉપર કર્યો જબરદસ્ત ડાન્સ, 4 લાખ વાર જોવામાં આવ્યો વીડિયો

ડાન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં રોજ વાયરલ થતા હોય છે, આજ કાલની યુવા પેઢી પણ પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા દ્વારા શેર કરતી રહે છે, પરંતુ આપણા સમાજમાં એક એવો વર્ગ પણ છે જેમની પાસે ટેલેન્ટ તો ભરપૂર પડ્યો છે, પરંતુ પ્લેટફોર્મ નથી. ઘણા લોકો આવા વ્યક્તિઓને પ્લેટફોર્મ પૂરું પડતા હોય છે અને તેમની કિસ્મત પણ બદલાઈ જતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ ટેલેન્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઘરડા દાદા ધોતી અને ઝભ્ભો પહેરીને સલમાન ખાનના લોકપ્રિય ગીત “ઓ ઓ જાને જાના” ઉપર ડાન્સ કરી રહ્યા છે, તેમના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ દાદાના ડાન્સની કોમેન્ટમાં પ્રસંશા પણ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોને તરુણ નામદેવ નામના યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વાયરલ  વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે “ઓ ઓ જાને જાના” ગીત વાગી રહ્યું છે, અને એક વૃદ્ધ વ્યક્તિ ડાન્સ કરી રહ્યો છે,  તેમની સાથે તરુણ નામદેવ પણ ડાન્સ  કરતો જોવા મળે છે.

આ વીડિયો જોવામાં ખુબ જ પ્રેમાળ લાગી રહ્યો છે. વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “એક લાઈન આ કાકા માટે !” લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવ્યો. કાકાના આ ડાન્સને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.  વીડિયોની અંદર લોકો ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દાદા તો તરુણ કરતા પણ સારો ડાન્સ કરે છે.

Niraj Patel