વડોદરાના દેવનગરમાં ગેસ સિલિન્ડર ફાટતા આટલા મોત, અનેક ઘરોને થયુ નુકશાન- મકાનની દીવાલ પણ ધરાશાયી

વાસણા રોડ પર મકાનના ચીથડે ચીથડાં ઉડી ગયા, આટલા બધા મૃત્યુ પામ્યા, જુઓ અંદરની તસવીરો

ગુજરાતના વડોદરામાંથી હાલ ગેસ સિલીન્ડર ફાટ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. વાસણા રોડ દિવાળીપુરા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલી દેવનગર સોસાયટીમાં 106 નંબરના મકાનમાં પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં પરિવાર 3 સભ્યો અને પાડોશમાં રહેતા 2 સભ્યો મળી 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પરિવારની વૃધ્ધા અને પાડોશમાં રહેતી મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે દેવનગરમાં એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આખી સોસાયટીમાં કંપન અનુભવાયું હતું. જેને પગલે લોકો દોડી આવ્યા હતા અને આની જાણ ફાયર બ્રિગેડને થતા તે પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

જે બાદ બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.આ દુર્ઘટનામાં બે મહિલા લીલાબેન ચૌહાણ અને શકુંતલાબેન જૈનનું મોત નીપજ્યું હતુ. દેવનગર સોસાયટીમાં મકાન નંબર-106માં જયેશભાઇ જૈન અને તેમનો પરિવાર રહે છે. સવારે 7:30 થી 8 વાગ્યા આસપાસ પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો

અને ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર ગણપત ઝાલેયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. વિસ્ફોટને કારણે જયેશભાઇ જૈન, માતા શંકુતલાબહેન, અને 12 વર્ષના પુત્ર ધૃવેશને ગંભીર ઇજા પહોંચી હતી.આ સિવાય પાડોશમાં 105 નંબરના મકાનમાં રહેતા અંબાલાલ ચૌહાણ, લીલાબહેન ચૌહાણ, દિપકભાઇ ચૌહાણને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા.

ગંભીર ઇજાગ્રસ્તો પૈકી શંકુતલાબહેન જૈન અને લીલાબહેન ચૌહાણનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ધમાકો એટલો પ્રચંડ હતો કે 106 નંબરના મકાનની આજુબાજુ અને આગળ પાછળ આવેલા 12 જેટલા મકાનોમાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનામાં બે ટુવ્હિલરોને પણ નુકશાન થયું હતું.

Shah Jina