પોતાની મજા માટે અબોલા જીવને હેરાન કરતો રહ્યો આ ક્રૂર માણસ, શ્વાનને સાંકળેથી બાંધી તેના ઉપર નાખતો રહ્યો ગુલાલ, જુઓ વીડિયો

દુનિયામાં ઘણા એવા લોકો પણ છે જેમનામાં સહેજ પણ માનવતા જોવા નથી મળતી, તો ઘણા એવા લોકો પણ છે જેઓ પોતાના મોજ શોખ ખાતર અબોલા જીવોને હેરાન કરતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર આવા લોકોના વીડિયો સામે આવતા હોય છે જેને જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે અને ઘણા આવા લોકો ઉપર ગુસ્સો પણ વ્યક્ત કરતા હોય છે.

ઘણા લોકો દિવાળીમાં અબોલા પ્રાણીઓના પૂંછડા ઉપર ફટાકડા બાંધતા હોય છે તો ઘણા લોકો હોળીમાં તેમના ઉપર રંગો પણ નાખતા હોય છે, હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ અબોલા શ્વાન ઉપર ગુલાલ ફેંકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે વ્યક્તિની ક્રુરતા જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલો વીડિયો ઉત્તરાખંડના દહેરાદુનનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં યુવકોની એક ટોળકી હોળી રમતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દિવાલ સાથે સાંકળથી બાંધેલા શ્વાનના મોઢા ઉપર સતત ગુલાલ ફેંકી રહ્યો છે. યુવક પોતાના મોજશોખ માટે માસુમ અને અબોલા જીવને હેરાન કરતો જોઈ શકાય છે.

તે ક્રૂર વ્યક્તિના ત્રાસથી હેરાન થઇ રહેલું અને સાંકળથી બંધાયેલું શ્વાન ફક્ત ભસીને જ પોતાનો ગુસ્સો અને પીડા વ્યક્ત કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ યુઝર્સ પણ ગુસ્સે ભરાયા છે. વીડિયોની અંદર એક સફેદ રંગનું શ્વાન સાંકળથી બંધાયેલું છે અને એક વ્યક્તિ તેના ઉપર ગુલાલ ઉડાડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ted The Stoner (@tedthestoner)

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો પણ આ યુવક ઉપર ગુસ્સે ભરાયા છે. જયારે આ યુવકોને ટ્રોલ કરવામાં આવ્યા ત્યારે તેમને માફી પણ માંગી છે. આ વીડિયોને જોઈને લોકો ગુસ્સે ભરાઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહી રહ્યા છે કે 2022માં પહોંચ્યા ચોથા પણ લોકો જાણી નથી શક્યા કે પ્રાણીઓનું દર્દ શું હોય છે.

Niraj Patel