અમદાવાદમાં 68 વર્ષના વૃદ્ધ રૂપાળી યુવતીએ વીડિયો કોલમાં શર્ટ કાઢીને કરી નાખ્યો કાંડ, ઈજ્જત બચાવવા અધધધ કરોડ…

અમદાવાદમાં 68 વર્ષના વૃદ્ધ હિરોઇનોને પાડી દે તેવી હસીના પાછળ લટ્ટુ થયો, ઈજ્જત બચાવવા અધધધ કરોડ…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં યુવતીઓ સોશિયલ મીડિયા પર લોકોનો સંપર્ક કરી તેમને વીડિયો કોલમાં વાત કરવા માટે તેનો નંબર શેર કરીને વીડિયો કોલ કરતી હોય છે અને તેમાં તે પોતાના બધા જ કપડાં ઉતારીને સામેના વ્યક્તિના ચહેરા સાથે સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તે વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પણ પડાવતી હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવી જ એક ઘટના હાલ અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક 68 વર્ષના વૃદ્ધ સાથે એક યુવતીએ કરોડો રૂપિયાની છેતરપીંડી કરી લીધી છે. આખરે કંટાળીને વૃદ્ધને પોલીસનો આશરો લેવો પડ્યો હતો અને પોલીસ હવે વૃદ્ધની ફરિયાદ બાદ આ મામલે તપાસ કરી રહી છે. વૃદ્ધ સાથે આ ઘટના 8 ઓગસ્ટ 2022ના રોજ ઘટી હતી. જયારે એક યુવતીનો તેમના વૉટ્સએપ પર મેસેજ આવ્યો હતો.

વૃદ્ધે યુવતીના મેસેજનો રીપ્લાય આપતા યુવતી પોતે મોરબીની હોવાનું જણાવ્યું હતું, અને વર્ચ્યુઅલ સંબંધ બાંધવાનું કહેતા પહેલા વૃદ્ધે ના પાડી અને પછી યુવતીની વાતોમાં ફોસલાઈને પોતાના કપડાં પણ કાઢી નાખ્યા. સતત 1 મિનિટ સુધી આ કોલ ચાલ્યો અને પછી યુવતીએ કોલ કટ કરી નાખ્યો. જેની થોડી વાર બાદ જ યુવતીએ આ વીડિયો કિલપને ફરિયાદીને મોકલી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 50 હજાર રૂપિયા માંગ્યા.

વૃદ્ધે બદનામ થવાના ડરથી પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા અને પછી યુવતીનો નંબર બ્લોક કરી દીધો, પરંતુ આ વાત એટલેથી અટકી નહિ, થોડા જ સમયમાં ગુડ્ડુ શર્માની ઓળખ આપી પોલીસ ફરિયાદની ધમકી આપી 3 લાખ પડાવ્યા, 13 ઓગસ્ટે સતીશ નામના વ્યક્તિની ઓળખ આપી 1 લાખ પડાવ્યા. 14ઓગસ્ટના રોજ દિલ્હી સાયબર ક્રાઇમમાંથી ઇન્સ્પેકટર ગૌસ્વામીની ઓળખ આપી યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આ કેસથી બચવા માટે 80 લાખ 77 હજાર પડાવ્યા.

હજુ આ છેતરપીંડી આટલે અટકી નહોતી. CBIમાંથી સંદીપ શર્માનું નામ લઈને વીડિયો ક્લિપના પુરાવા રફેદફે કરવા માટે 18 લાખ 50 હજાર પડાવ્યા. જેના બાદ 100 રૂપિયાના સ્ટેમ્પ પર યુવતીની માતાનું નકલી સ્ટેટમેન્ટ ફરિયાદ પાછી ખેંચી હોવાનું એફિડેવિટ પણ વૉટ્સએપમાં મોકલ્યુ. જેના બાદ વિક્રમ ગોસ્વામી નામના વ્યક્તિ તરીકે CBIનો ઓફિસર હોવાની ઓળખ આપી, સંદીપ શર્માએ તમારી સાથે ફ્રોડ કર્યું છે અને યુવતીએ આપઘાત કરી લીધો છે, એમ કહીને બીજા 29 લાખ 35 હજાર પડાવ્યા.

આ પછી પણ 23મી નવેમ્બરના રોજ જયપુરથી અશોક નામના વ્યક્તિની ઓળખ આપીને પોલીસ તમને પકડવા માટે 12 લોકોની ટીમ સાથે નીકળી છે અને આ કેસ પૂરો કરવા માટે થઈને 19 લાખ 70 હજાર પડાવી લીધા. જેના થોડા જ દિવસ બાદ 3 ડિસેમ્બરના રોજ ઇન્સ્પેકટર અર્જુન મીના બોલું છું એમ કહીને પરિવારજનોને સમાધાનના કોઈ રૂપિયા મળ્યા નથી અને ધરપકડથી બચવું હોય તો 1 કરોડ 15 લાખની માંગણી કરતા ફરિયાદીએ અલગ અલગ ખાતામાં રકમ જમા કરાવી, જેના બાદ દિલ્હી પોલીસનો ડીઆજી તાહિર બોલું છું એમ કહીને 2 લાખ 10 હજાર પડાવ્યા, આ ઘટનામાં વૃધ્ધે કુલ 2 કરોડ 69 લાખ 32 હજાર ગુમાવ્યા બાદ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel