અંધારી રાતમાં રસ્તા વચ્ચે જ આરામથી ચાલતો જોવા મળ્યો મગર, જોઈને નગરજનોના જીવ પણ તાળવે ચોંટ્યા, જુઓ વીડિયો

રસ્તા પર અચાનક સામે આવી ગયો મગર, વાહન ચાલકોએ પણ મારી દીધી એકદમ બ્રેક, આખી ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

Crocodile came on the road : હાલ વરસાદનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, વરસાદના કારણે સામાન્ય જન જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે, તો વરસાદના કારણે જળચર પ્રાણીઓ પણ હવે રહેણાંક વિસ્તારોમાં આવી ગયા છે. હાલ ગુજરાત સમેત ઘણા બધા રાજ્યોમાં સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે રાજસ્થાનમાં પણ થોડા દિવસમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મગર જાહેર રસ્તા પર ફરતો જોવા મળી રહ્યો છે.

રોડ પર લટાર મારતો ચાલતો હતો મગર :

આ ઘટના સામે આવી છે કોટામાંથી. જ્યાંના તલવંડી રોડ પર એક મગર ચાલતો જોવા મળ્યો હતો. આ મામલાને લઈને લોકોમાં વધુ ભય છે કારણ કે આ વિસ્તારમાં પ્રથમ વખત મગર જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, કોટામાં ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં મગરોનું બહાર આવવું સામાન્ય બાબત છે. તેમને બચાવવા માટે વન વિભાગની ટીમો પણ તૈનાત છે. આવી સ્થિતિમાં હવે તલવંડી રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાહન ચાલકોએ લગાવી બ્રેક :

એક મગર લગભગ બે મિનિટ સુધી રસ્તા પર ચાલતો રહ્યો. જ્યારે રસ્તા પરથી પસાર થતા લોકોએ મગરને પોતાની સામે જોયો તો તેમના શ્વાસ થંભી ગયા. ગભરાયેલા લોકોએ પોતાના વાહનો અટકાવી દીધા હતા. મગર આરામથી લટાર મારતો રસ્તો ઓળંગીને નાળામાં ઘુસી ગયો હતો. મળતી માહિતી મુજબ જે રોડ પર મગર ચાલતો હોવાનો વીડિયો વાયરલ થયો છે તે કોમર્સ કોલેજને તલવંડીથી જોડે છે. આ રોડ પર શાળા-કોલેજના બાળકોની અવરજવર રહે છે.

લોકના જીવ તાળવે ચોંટ્યા :

જોકે મગર રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે રોડ પર ટ્રાફિક ઓછો હતો. જ્યારે મગર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરાથી શૂટ કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક સવાર રોડ પરથી સ્પીડમાં જઈ રહ્યો હતો, તેને જોઈને અન્ય લોકોએ તેને સ્પીડ ઓછી કરવા કહ્યું. બાઇક સવારે મગરને જોતાની સાથે જ બાઇક રોકી હતી. ત્યારે હાલ વીડિયો પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel