તળાવમાં તરી રહેલા આ વક્તિનો મગરે કર્યો પીછો, છેક નજીક આવી અને પાણીની વચ્ચે જ મગરના મોઢામાં જ….

તળાવમાં ના તરવાની ચેતવણી હોવા છતાં પણ તરવા ગયો આ વ્યક્તિ, પાછળ પડ્યો મગર અને પછી જુઓ શું થયું વીડિયોમાં

મગરને પાણીનો રાજા કહેવાય છે, સોશિયલ મીડિયા ઉપર મગરના ઘણા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા છે, આ દુનિયાની અંદર ઘણા એવા પણ નદી તળાવ છે જ્યાં મોટી સંખ્યામાં મગર રહેતા હોય છે, ઘણીવાર આવા નદી તળાવમાં  નહાવામાં પણ જીવનું જોખમ હોય છે, હાલ આવો જ એક રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો સોશિયલ  મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર વાયરલ થઇ રહેલો આ ભયાનક વીડિયો બ્રાઝીલમાંથી સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક તળાવની અંદર એક વ્યક્તિ તરી રહ્યો છે અને તેની પાછળ મગર પડ્યો છે. તે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે પોતાનું બધું જ જોર લગાવીને કિનારે પહોંચવાના પ્રયત્ન કરી રહ્યો છે.

આ ઘટના શનિવારની છે જે કેમ્પો ગ્રાન્ડેમાં લોગા દા અમોરમાં થઇ હતી. આ જગ્યા પ્રવાસીઓ વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ આમાં મગરની હાજરીના કારણે તરવા વાળાને ના પાડવામાં આવી છે. વીડિયો જોઈને એમ લાગી રહ્યું છે કે આ વ્યક્તિએ ના તરવા વાળાની સૂચનાને નજર અંદાજ કરી અને તળાવમાં તરવાનો નિર્ણય કર્યો.

આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરવા વાળા વિલિયન કૈટોનો સાંજે લગભગ 4.40 વાગે તે વ્યક્તિને તળાવમાં પ્રવેશતા જોયો. આ દરમિયાન જ તળાવના બીજા છેડાથી એક મગર તે વ્યક્તિ તરફ ઝડપથી આગળ વધતો દેખાયો. આ વ્યક્તિએ જેમ બને તેમ જલ્દી જ કિનારે પહોંચવાના મરણીયા પ્રયાસો કર્યા, આ પહેલા જ મગરે તેના ઉપર હુમલો કરી દીધો અને તેના હાથને બચકું ભરી લીધું. સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે, આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel