પુર્તગાલના સૌથી મોંઘા એપાર્ટમેન્ટમાં રહે છે રોનાલ્ડો, જુઓ તસવીરો
દુનિયાના મહાન ફૂટબોલરમાંથી એક એવા ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તેની રમતના કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. તે પોતાની વૈભવી લાઈફને લઈને પણ અવાર નવાર ચર્ચામાં આવતો રહે છે. રોનાલ્ડો મોંઘી મોંઘી વસ્તુઓનો શોખીન છે અને તેના કારણે જ તે વૈભવી લાઈફ જીવે છે. પુર્તગાલના સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકવાર ફરી ઇંગ્લેન્ડના મૈનચેસ્ટર યુનાઇટેડ ક્લબ આવી ગયા છે.
માનવામાં આવી રહ્યુ છે કે તે ઇંગ્લેન્ડમાં પર્મનેન્ટ રીતે વસી શકે છે. આ સાથે જ રોનાલ્ડોનો પુર્તગાલ સ્થિત એપાર્ટમેન્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેને પુર્તગાલનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ પણ કહેવામાં આવે છે. રોનાલ્ડોએ 3100 સ્કવેર ફૂટ પ્રોપર્ટી ખરીદી છે. આ એપાર્ટમેન્ટને ખરીદવા માટે બે અરબપતિ પણ ઉત્સુક હતા પરંતુ આખરે રોનાલ્ડોએ બાજી મારી લીધી.
આ લક્ઝરી એપાર્ટમેન્ટ પુર્તગાલની રાજધાની લિસ્બનના વચ્ચોવચ Avenida da Liberdadeમાં સ્થિત છે. રોનાલ્ડોના આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં એક સ્વીમિંગ પુલ, જીમ, ત્રણ મોટા બેડરૂમ અને એક સ્પા પણ છે. આ એપાર્ટમેન્ટ બનવાનો સિલસિલો 10 વર્ષ પહેલા શરૂ થયો હતો. પ્રાઇમટાઇમઝોન અનુસાર, રોનાલ્ડોએ આ પ્રોપર્ટી 6 મિલિયન પાઉન્ડ્સ એટલે કે લગભગ 60 કરોડમાં ખરીદી છે અને આ પુર્તગાલનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ છે.
રોનાલ્ડો ઇટાલિયન ક્લબ યુવેંટસ છોડ્યા બાદ હવે મૈનચેસ્ટર યુનાઇટેડમાં જઇ રહ્યા છે. તે દર સપ્તાહે લગભગ 4 કરોડની કમાણી આ ઇંગ્લિશ ક્લબથી કરશે. જો કે, હજી સુધી તેમણે આ ટ્રાંસફર પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. તે મૈનચેસ્ટર યુનાઇટેડના લક્ઝરી પ્લેયર રહી ચૂક્યા છે એવામાં ચાહકો તેમની રાહ જોઇ રહ્યા છે.
રોનાલ્ડો 18 વર્ષની ઉંમરે પહેલીવાર મૈનચેસ્ટર યુનાઇટેડ ક્લબ સાથે જોડાયા હતા. 6 વર્ષો બાદ આ ક્લબથી નીકળ્યા બાદ તે સુપરસ્ટાર બની ચૂક્યા હતા અને હવે 12 વર્ષ બાદ તે ફરી વાપસી કરી રહ્યા છે. રોનાલ્ડો હવે એક મોટા બ્રાંડ પણ થઇ ચૂક્યા છે. એવામાં મૈનચેસ્ટર યુનાઇટેડના બ્રાંડમાં પણ ઘણા વધારાની ઉમ્મીદ છે.
રોનાલ્ડો દુનિયાની સૌથી મોંઘી કારનો પણ માલિક છે. તેની આ કાર સ્પોર્ટ્સ કાર કંપની બુગાટીની છે. કંપનીએ આવી 10 જ કાર બનાવી છે. આ કારનું નામ છે બુગાટી લા વાઓએવર (સેન્ડોટીસી). જેની કિંમત લગભગ 8.5 મિલિયન યુરો એટલે કે 75 કરોડ રૂપિયા જેટલી થાય છે. રોનાલ્ડો ના ફક્ત મોંઘી કાર પરંતુ મોંઘી ઘડિયાળ અને આલીશાન લાઈફ સ્ટાઇલ માટે પણ જાણીતો છે.
રોનાલ્ડો એક ઇવેન્ટમાં રોલેક્સ જીએમટી માસ્ટર આઈસ મોડલ વાળું ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો. આ ઘડિયાળની કિંમત ભારતીય નાણાં અનુસાર 3.5 કરોડ રૂપિયા છે. એટલે કે આટલી રકમમાં તો કોઈ BMW કાર પણ ખરીદી શકે. રોનાલ્ડોએ 2019માં 55 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 54 કરોડની કિંમત વાળું લક્ઝુરિયસ પાણીનું જહાજ પણ ખરીદ્યુ હતું. 88 ફૂટ લાંબા આ જહાજની અંદર 5 અલગ અલગ લકઝરી કેબીન અને રોયલ સુવિધા સભર 6 બાથરૂમ છે.
રોનાલ્ડોએ 2015માં એસ્ટ્રા ગેલેક્સી પ્લેનને 15 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યુ હતું. એક સમય એવો પણ હતો જયારે તેની પાસે પેટ ભરવાના પણ પૈસા નહોતા. પરંતુ હવે તે પોતાની ગર્લફ્રેન્ડ અને પાર્ટનરને જાર્જિના રોડ્રિગ્સને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે.
રોનાલ્ડોના આ જેટમાં ખુબ જ જગ્યા છે. જેમાં 8થી 10 લોકો આરામથી સફર કરી શકે છે. રોનાલ્ડો યુરોપ ટુર દરમિયાન સામાન્ય રીતે આ પ્લેનનો જ ઉપયોગ કરે છે. રોનાલ્ડોના આ જેટની અંદર એક બેડ ઉપરાંત ડિઝાઈનર કપડાથી ભરાયેલું એક વોડરોબ પણ છે. આ ઉપરાંત પ્લેનમાં વાઈ ફાઈ, ટેલિફોન, માઇક્રોવેવ, ફ્રિજ અને મનોરંજન સિસ્ટમ પણ છે. આ સાથે જ આ પ્લેનમાં રોનાલ્ડોના ગોલ કરવાની ફિલ્મ પણ છે, જે તેમાં સફર કરવા આવનાર લોકોને બતાવવામાં આવે છે.
રોનાલ્ડો કોરોના વાયરસ બાદ પોતાના પ્રદર્શનના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સના ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું. ફેન્સનું કહેવુ હતું કે, રોનાલ્ડો કરિયર પૂરું થવા તરફ આગળ વધી રહ્યો છે. જોકે, રોનાલ્ડોએ પણ તમામ ટ્રોલર્સને જવાબ આપતા એક ફોટો શેર કર્યો અને લખ્યું, ક્યારેય હાર ના માનવી જોઈએ, ના ક્યારેય માનીશ. ભવિષ્યમાં આવનારા પડકારો માટે તૈયાર છું.
રોનાલ્ડોની સુંદર ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની વાત કરીએ તો તે મોડલ અને બેલે ડાન્સર છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કપલ ટૂંક સમયમાં જ લગ્ન ગ્રંથિથી જોડાશે. જણાવી દઈએ કે, જ્યોર્જિયા અને રોનાલ્ડોની એક દીકરી છે, જેનો જન્મ 2017માં થયો હતો. તેનું નામ અલાના માર્ટિના છે.