રાતા પાણીએ રડવાનું છે હવે માલદીવ ! ભારત સાથે પંગો લઈને કરી નાખી છે બહુ મોટી ભૂલ, 10 હજાર હોટલ કેન્સલ, 5 હજાર ફ્લાઇટ બુકીંગ કેન્સલ

ભારત અને PM મોદી વિરુદ્ધ ઝેર ઓકવા બદલ માલદીવને પડી રહ્યો છે મોટો ફટકો, 3 મંત્રીઓ સસ્પેન્ડ, રાજકારણમાં  મચી ગઈ છે ઉથલપાથલ, જુઓ

Crisis in the Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી બાદ હવે માલદીવ આર્થિક મોરચે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અહેવાલ છે કે હવે માલદીવની ફ્લાઈટ્સ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, એવા અહેવાલો છે કે આ ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર EaseMyTrip એ માલદીવ પ્રવાસને લઈને મોટો નિર્ણય લીધો છે.

માલદીવની ફ્લાઇટ કરી સ્થગિત :

બુકિંગ સેવાએ માલદીવની ફ્લાઈટ્સ રદ કરી છે. કંપનીના સીઈઓ નિશાંત પિટ્ટીએ લખ્યું, ‘આપણા દેશ સાથે એકતામાં, EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.’ ખાસ વાત એ છે કે આ મામલો જેમ જેમ વેગ પકડી રહ્યો છે તેમ તેમ #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. માલદીવ પર્યટન ભારતીય પ્રવાસીઓથી ગુંજી રહ્યું છે. મોટાભાગના ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાતે જતા હોય છે. અમે આ નથી કહી રહ્યા પરંતુ માલદીવના પ્રવાસન મંત્રાલયના આંકડા આપી રહ્યા છીએ.

સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ જાય છે :

ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાત લેતા પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યામાં હતા. માલદીવના પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 13 ડિસેમ્બર સુધી કુલ 17,57,939 પ્રવાસીઓ આવ્યા હતા, જે 2022માં નોંધાયેલા 15 લાખ કરતા 12.6 ટકા વધુ છે. એવિએશન ડેટા એ પણ દર્શાવે છે કે માલદીવ કેટલાક વર્ષોથી પ્રવાસન સ્થળ તરીકે ભારતીયો માટે લોકપ્રિય પસંદગી રહ્યું છે. તાજેતરની ઘટનાઓને જોતાં માલદીવમાં આર્થિક મોરચે પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.

મંત્રીનું નિવેદન :

પૂર્વ મંત્રી અહેમદ મહલૂફે રવિવારે કહ્યું કે ચાલુ અભિયાનની માલદીવ પર નોંધપાત્ર અસર પડશે. તેમણે એમ પણ કહ્યું કે આનાથી થયેલા નુકસાનમાંથી ભરપાઈ કરવું ખૂબ મુશ્કેલ હશે. તેમણે આગળ લખ્યું, ‘ભારત હંમેશા અમારો સૌથી નજીકનો પાડોશી રહેશે. આ સાચું છે. અમે ભારત અને ભારતીયોને પ્રેમ કરીએ છીએ. માલદીવમાં તેમનું હંમેશા સ્વાગત છે. માલદીવના એક સામાન્ય નાગરિક તરીકે, હું માલદીવના કેટલાક લોકોએ ભારતીયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણીઓ બદલ માફી માંગુ છું.

10 હજાર હોટલ અને 5 હજાર ફ્લાઇટ બુકીંગ કેન્સલ :

માલદીવમાં ચીન તરફી વલણ ધરાવતી મોહમ્મદ મુઈઝુ સરકારના મંત્રીઓના ભારત અને PM મોદી વિરોધી નિવેદનોના કારણે ભારતીયોએ બોયકોટ માલદિવ્સ અભિયાન ચલાવ્યું છે, જેનાથી પ્રવાસન પર આધારિત દેશને ભારતના બહિષ્કારથી મોટો ફટકો પડવાની સંભાવના છે. માલદિવ્સ ફરવા જતા ભારતીયોએ 10 હજાર હોટેલ બુકિંગ અને 5 હજાર ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવી માલદિવ્સને મોટો ઝટકો આપ્યો છે.

Niraj Patel