આ 5 ક્રિકેટરો તો એવા છે જે લગ્ન કર્યા વગર જ બની ગયા હતા બાપ, 3 નંબરના ખેલાડી તો ગુજરાતીઓની જાન છે, જુઓ કોણ કોણ છે સામેલ

હાલ દેશમાં IPLનો માહોલ ચાલી રહ્યો છે અને ક્રિકેટ જગત સાથે જોડાયેલી ઘણી બધી ખબરો પણ સામે આવી રહી છે. આપણે બધા જ જાણીએ છીએ કે ક્રિકેટ અને ગ્લેમરની દુનિયાનો ઘણો જૂનો સંબંધ છે, ઘણા ક્રિકેટરો એવા છે જેમને અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે અને ઘણા ક્રિકેટરોના ગ્લેમરની દુનિયાની અભિનેત્રીઓ સાથે અફેરની પણ ખબરો આવતી રહી છે, ત્યારે આજે અમે તમને એવા 5 ક્રિકેટરો જણાવીશું જે લગ્ન કર્યા પહેલા જ પિતા બની ગયા હતા.

1. ક્રિસ ગેઈલ:
યુનિવર્સલ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ લગ્ન પહેલા પિતા બનેલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ક્રિસ ગેલની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે 2017માં એક પુત્રીને જન્મ આપ્યો. ગેઈલે પિતા બન્યા બાદ નતાશા બેરીજ સાથે લગ્ન કર્યા હતા.

2. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ:
હાલમાં જ દુનિયાને અલવિદા કહેનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પણ લગ્ન પહેલા પિતા બની ગયા હતો. સાયમન્ડ્સ અને તેની પત્ની લૌરાએ 2014માં લગ્ન કર્યા હતા. પુત્રના જન્મના એક વર્ષ બાદ બંનેના લગ્ન થયા હતા. તેમના પરિવારમાં પત્ની લૌરા અને બે બાળકો ક્લો અને બિલી છે.

3 હાર્દિક પંડ્યા:
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને IPLમાં ટોપ ઉપર ચાલી રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમનો કપ્તાન હાર્દિક પંડ્યા લગ્ન પહેલા પિતા બન્યો હતો. હાર્દિક પંડ્યાએ 30 જુલાઈ 2020ના રોજ ખુલાસો કર્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક ગર્ભવતી છે, પરંતુ તે બંનેએ 1 જાન્યુઆરી 2020ના રોજ દુબઈમાં સગાઈ કરી હતી.

4. જો રૂટ:
ઈંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટ પણ લગ્ન કર્યા વિના પિતા બની ગયો હતો. જો રૂટ અને તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલની માર્ચ 2016માં સગાઈ થઈ હતી. પરંતુ લગ્ન પહેલા જ રૂટ પિતા બની ગયો હતો. 7 જાન્યુઆરી 2017ના રોજ કોર્ટલે પુત્ર આલ્ફ્રેડને જન્મ આપ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા.

5. ડેવિડ વોર્નર:
ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર પણ લગ્ન પહેલા પિતા બની ગયો હતો. ડેવિડ વોર્નર અને તેની પત્ની કેન્ડિસ વોર્નરે 2014માં તેમની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો અને બંનેએ 2015માં લગ્ન કર્યા હતા.

Niraj Patel