લાઈવ મેચમાં બેટ્સમેને માર્યો શોટ અને ખેલાડી ગયો કેચ કરવા ત્યાં જ ઉતરી ગયું તેનું પેન્ટ, વીડિયો થયો વાયરલ

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાઇનલ મેચ યોજાઈ હતી, આ દિલ ધડક મેચની અંદર ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને જીતની ટ્રોફી મેળવી, સાથે જ એક નવો ઇતિહાસ પણ કાયમ કર્યો. ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલીવાર આઇપીએલમાં જોડાઈ અને પહેલી સીઝનમાં જ ધમાકેદાર શરૂઆત બાદ ખિતાબ પણ પોતાના નામે કર્યો.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા બધા વીડિયો સામે આવી રહ્યા છે, આઇપીએલ બાદ અન્ય જગ્યાએ ચાલતી શૃંખલાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ખેલાડી કેચ પકડવા જતા જ તેનું પેન્ટ ઉતરી ગયું હતું.

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં લેન્કેશાયર અને યોર્કશાયર વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી, જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચ દરમિયાન એક એવી ઘટના પણ જોવા મળી હતી જેના કારણે ફિલ્ડરને થોડી શરમનો સામનો કરવો પડ્યો હતો અને હવે તે જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં આ ઘટના મેચની અંતિમ ક્ષણોની છે. યોર્કશાયરનો બેટ્સમેન શાદાબ અહેમદ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર મોટો શોટ ફટકારીને પોતાની ટીમને જીત અપાવવા માંગતો હતો. પરંતુ તે રિચર્ડ ગ્લેસનના બોલને મિસ ટાઈમ કરી ગયો અને બોલ સીધો જ હવામાં ચાલ્યો ગયો.

બોલને હવામાં જોઈને લેન્કેશાયરના કેપ્ટન ડેન વિલાસ દોડ્યો અને બોલને પકડવા માટે ડાઈવ લગાવી. પરંતુ ઘણી કોશિશ કરવા છતાં તે બોલને યોગ્ય રીતે પકડવામાં નિષ્ફળ રહ્યો હતો અને શાદાબની ઇનિંગ્સને અંતથી બચાવી લેવામાં આવી હતી. આ પ્રયાસની વચ્ચે જ્યારે ડેન વિલાસે ડાઇવ કર્યું ત્યારે જમીન પર પડ્યા બાદ તેનું પેન્ટ નીચે આવી ગયું અને આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે આ રોમાંચક મેચમાં સોલ્ટની અડધી સદીની ઇનિંગના આધારે લંકેશાયરે યોર્કશાયર સામે 184 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા યોર્કશાયરએ ટોમ અને બ્રુકની વિસ્ફોટક ઇનિંગ્સના આધારે 183 રન બનાવ્યા, જેના કારણે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.

Niraj Patel