પાણી પર આ છોકરાઓ રમે છે ક્રિકેટ, જોઈને લોકો પણ રહી ગયા હેરાન… બોલ્યા હવે તો વરસાદમાં પણ મેચ થશે… જુઓ વીડિયો

ભારતના યુવાઓનો આ ટેલેન્ટ જોઈને તો દુનિયા પણ રહી ગઈ દંગ ! પાણીની ઉપર ક્રિકેટ રમતા જોવા મળ્યા છોકરાઓ, જુઓ વીડિયો

Cricket played on water : સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જે તમારા પણ હોશ ઉડાવી દે. ઘણીવાર વીડિયોમાં અદભુત ઘટનાઓ પણ જોવા મળતી હોય છે, તો ઘણીવાર કોઈના ટેલેન્ટ પણ દિલ જીતી લેતા હોય  છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક છોકરાઓ પાણી પર ક્રિકેટ રમતા જોઈ શકાય છે, આ જોઈને ખરેખર લોકો હેરાન થઇ ગયા હતા અને એટલે જ આ વીડિયો લોકો વારંવાર જોઈ રહ્યા છે.

પાણી પર રમ્યા ક્રિકેટ :

તમે અત્યાર સુધી લોકોને રસ્તા, ફ્લોર, માટી અને પ્રોફેશનલ પીચ પર ક્રિકેટ રમતા જોયા હશે. પરંતુ કેટલાક છોકરાઓ એવી જગ્યાએ ક્રિકેટ રમ્યા છે જેના વિશે તમે વિચારી પણ ન શકો. આ ઈન્સ્ટાગ્રામ રીલ જોયા બાદ ઘણા યુઝર્સ તેને ‘વોટર ક્રિકેટ’ કહી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેનાલનું પાણી વહી રહ્યું છે. એક વ્યક્તિ એક તરફ બેટ લઈને બેટિંગ કરતો જોવા મળે છે.

કેનાલને બનાવી પીચ :

તો બીજી બાજુનો છોકરો બોલિંગ કરી રહ્યો છે. તે છોકરાએ કેનાલના પાણી પર પોતાની પીચ બનાવી છે. વ્યક્તિ બોલને પાણી પર જોરથી ફટકારે છે અને તે સીધો બેટ્સમેન તરફ જાય છે. ઈન્ટરનેટ જનતા આ જોઈને ખરેખર ચોંકી ગઈ છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @pitu.roy દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- પ્રેક્ટિસ.

 

View this post on Instagram

 

A post shared by Pitu (@pitu.roy)

કરોડો લોકોએ જોયો વીડિયો :

આ વીડિયોને અત્યાર સુધી 33 મિલિયનથી વધુ વ્યૂઝ અને  8.54 લાખથી વધુ લાઈક મળી છે. સેંકડો વપરાશકર્તાઓએ પ્રતિસાદ આપ્યો. એક વ્યક્તિએ લખ્યું- ભાઈ આ ભારત છે… ઓછું ન આંકશો. બીજાએ લખ્યું- શું જુગાડ ભાઈ. બીજાએ લખ્યું કે મજા આવી હશે. આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel