પાણીપુરી ખાતી મહિલાઓ અને છોકરીઓને તમે બહુ જ જોઈ હશે, પરંતુ ગાય અને વાછરડાને પાણીપુરી ખાતા જોઈ છે ? જુઓ

પાણીપુરીનું નામ આવે એટલે કોઈપણ છોકરીના મોઢામાં પાણી ચોક્કસ આવી જાય. જો કે લોકડાઉનના કારણે ઘણી યુવતીઓ પાણીપુરીથી દૂર રહી જશે, પરંતુ હવે બધું ધીમે ધીમે ખુલવા લાગ્યું છે અને રસ્તા ઉપર ઉભેલી પાણીપુરીની લારીઓ ઉપર યુવતીઓને પાણીપુરી ખાતા આપણે જોઈ પણ શકીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ગાય અને વાછરડાને પાણીપુરી ખાતા જોયું છે ?

તમને જાણીને થોડી નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. ગાય ઘાસ ખાવાના બદલે પાણીપુરી ખાઈ રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ પાણીપુરીની લારી પાસે ઉભો છે. અને પાણીપુરી વાળો એક પછી એક પાણીપુરી બનાવીને આપી રહ્યો છે.

પાણીપુરીની લારી પાસે ઉભેલા એ વ્યક્તિની બાજુમાં એક ગાય અને કે વાછરડું પણ ઉભું છે. આ વ્યક્તિ પોતે પાણીપુરી નથી ખાઈ રહ્યો, પરંતુ ગાય અને વાછરડાને પાણીપુરી ખવડાવી રહ્યો છે. હવે આ વીડિયો લોકોનું પણ દિલ જીતી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 78 હજાર કરતા પણ વધારે લાઈક મળી ચુકી છે. તો આ વીડિયોને અત્યાર સુધી 9 લાખ 23 હજાર કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે. તમે પણ નિહાળો આ શાનદાર વીડિયોને…

 

View this post on Instagram

 

A post shared by sree130920 (@sree130920)

Niraj Patel