ખબર

WHOએ ફરી ચેતવણી આપીને ડરાવી દીધા, કહ્યું કે બાળકોના માથે કોરોના..

વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે મોટું સંકટ મંડરાઈ રહ્યું છે, આ વાયરસના કારણે લખો લોકોના મૃત્યુ તો થઇ જ રહ્યા છે સાથે લાખો લોકો બેકારીનો પણ ભોગ બાનીઓ રહ્યા છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન દ્વારા બીજી એક મોટી ગંભીર સમસ્યા ઉલ્લ્લેખાઇ છે જેમાં બાળકોના માથે મોટું સંકટ આવવાની તૈયારી છે.

Image Source

કોરોનાના કારણે ભારત, બ્રાઝીલ અને મેક્સિકો જેવા દેશોના લાખો બાળકો  બાળ મજૂરી કરવા માટે મજબુર બની શકે છે. જો આમ થયું તો પાછળના 20 વર્ષો દ્વારા બાળ મજૂરી ખતમ કરવાની દિશામાં ઉઠાવેલા પગલાંમાં ભારે ઝટકો લાગી શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન 9.4 કરોડ બાળકોને પાછા મુખ્યધારામાં લાવવામાં આવ્યા છે.

Image Source

યુનિસેફનું અનુમાન છે કે આ પરિસ્થિતિના કારણે દુનિયાભરમાં બાળમજુરીમાં વધારો થી શકે છે, ગરીબીથી ત્રસ્ત પરિવારો બાળકોને પણ ખતરનાક ઔદ્યોગિક ગતિવિધિઓમાં કામ કરવા માટે મોકલી શકે છે.

Image Source

સંગઠનના સેક્રેટરી જનરલ ગાય રાઇડર દ્વારા કહેવામાં આવ્યું છેકે આ સમયમાં બાળકોને સામાજિક સંરક્ષણની વિશેષ આવશ્યકતા છે. આવું ના થવા ઉપર તેમના સંપૂર્ણ વિકાસ ઉપર નકારાત્મક ચોટ પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય સહયોગથી દુનિયાની અંદર બાળ મજૂરીને 90ના દશકના અન્તમાંથી લઈને 26 કરોડથી ઘટાડી 15.2 કરોડ સુધી પહોંચાડવામાં સફળ બન્યા છે. પરંતુ કોરોના કાળના કારણે આવેલી વિકટ પરિસ્થિતિઓમાં તેની અંદર ફરીવાર વધારો થવાની આશંકા પેદા કરવામાં આવી છે.

Image Source

કોરોના કાળ દરમિયાન બાળકોના શિક્ષણની ગતિવિધિઓ પણ સંપૂર્ણ રીતે થાપ પડી ગઈ છે, અનુમાન છે કે દુનિયાના લગભગ 100 કરોડ બાળકોને તેનું નુકશાન ઉઠાવવું પડી શકે છે.

Image Source

WHO દ્વારા પણ શુક્રવારના રોજ ચેતવણી આપવામાં આવી છે કે મહામારીની પરોક્ષ અસર સૌથી વધુ મહિલાઓ, બાળકો અને કિશોરો પર પડી શકે છે. WHO ચીફ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રિયેસુસ એ કહ્યું કે “કોરોનાની આડકતરી અસરને કારણે આ ખાસ જૂથ પર જે ખરાબ પ્રભાવ પડશે તે કોવિડ -19 વાયરસથી થનાર મૃત્યુ કરતાં પણ ભયાનક હોઇ શકે છે.”

Image Source

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નતાલિયા કનેમે જણાવ્યું હતું કે “એક અંદાજ મુજબ દર 6 મહિનાના લોકડાઉનના લીધે 4.7 કરોડ મહિલાઓ ગર્ભનિરોધકની સુવિધા ગુમાવી દેશે. તેના લીધે 6 મહિનાના લોકડાઉનમાં ઇચ્છા વગર 70 લાખ બાળકોનો જન્મ થશે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.