સૌથી વધારે રસીકરણ થયું છતાં આ દેશમાં કોરોનાનો કહેર, WHO એ ફરી બધાને ટેન્શનમાં મુક્યા

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે, ભારતમાં પણ દિવસેને દિવસે લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે, ભારતમાં આ વાયરસ સામે ર્સ્વ માટે રસીકરણ શરૂ થઇ ગયું છે, તો કેટલાક દેશ છે જેમેણે રસીકરણ પૂર્ણ કર્યા બાદ માસ્કમાંથી પણ મુક્તિ આપી દીધી છે. પરંતુ આ બધા વચ્ચે એક દેશ એવો પણ છે જેમાં સૌથી વધુ વેક્સિનેશન કરવા છતાં પણ કોરોનાના મામલાઓ સતત વધી રહ્યા છે.

આફ્રિકી દેશ સેશેલ્સમાં કોરોનાનો કહેર વધતાં હવે વેક્સિન સફળ રહી કે નિષ્ફળ તે પ્રશ્ન WHOને સતાવી રહ્યો છે. દુનિયાની અંદર સૌથી વધુ વેક્સિનેશનનું કામ આફ્રિકી દેશ સેશેલ્સમાં થયું છે. 100,000થી પણ ઓછી વસ્તી ધરાવતા આ દેશમાં વેકસીનેશન ખૂબ જ ઝડપથી થઈ ગયું હતું. પરંતુ કોરોનાના વધી રહેલા મામલા દેશ માટે ચિંતાનો વિષય બન્યા છે.

અહિયાંનાં લોકોનો મુખ્ય આધાર પર્યટનને આભારી છે. પર્યટકો માટે જલ્દી આ સ્થળો ખૂલે તે માટે થઈને અહિયાં વેક્સિનેશન ઝડપી પૂરું કરવામાં આવ્યું. 7 મેં સુધી સેશેલ્સમાં કોરોનાના બમણા મામલા સામે આવ્યા છે.

Niraj Patel