દુલ્હા-દુલ્હનને મિત્રોએ આપ્યુ એવું ગિફ્ટ કે કલાકો સુધી પેકિંગ જ ખોલતા રહ્યા…વીડિયો જોઇ લોકો પણ બોલી ઉઠ્યા- વાહ ! સરપ્રાઇઝ હોય તો આવું

લગ્નમાં મિત્રોએ આપ્યુ એવું ગિફ્ટ કે પેકિંગ ખોલવામાં જ છૂટી ગયો પરસેવો, છેલ્લે દુલ્હા-દુલ્હન…જુઓ વીડિયો

દેશમાં જો એકવાર લગ્નની સિઝલ ચાલુ થઇ જાય તો સોશિયલ મીડિયા પર જુદા જુદા વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઇને યુઝર્સને પણ ઘણી મજા પડે છે. તમે લગ્નમાં મજાક-મસ્તી ઘણી જોઇ હશે. લગ્નમાં જો દુલ્હા-દુલ્હનના મિત્રો ના હોય તો ફંક્શનનો રંગ ફીકો પડી જાય છે. લોકો ઘણીવાર મિત્રોના લગ્નમાં એવી એવી હરકતો કરે છે કે બાદમાં જંદગીભર તેને યાદ કરી હસે છે.

સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.સ્ટેજ પર દુલ્હા-દુલ્હન સાથે મિત્રોએ એવી મજાક કરી કે તેઓ તેને ભાગ્યેજ ભૂલી શકશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર એક મોટુ ગિફ્ટ અનપેક કરી રહ્યા છે.

બંનેનો ગિફ્ટ ખોલવામાં પરસેવો છૂટી જાય છે. જ્યારે દુલ્હા-દુલ્હન ગિફ્ટ ખોલી રહ્યા હોય છે તો અંદરથી પેપર જ નીકળ્યા કરે છે. આખરે બંનેને જ્યારે ગિફ્ટ મળે છે તે સમયનો નજારો જોવાલાયક હોય છે. દુલ્હા-દુલ્હનને ગિફ્ટમાં મળે છે બે લોલીપોપય વીડિયોના અંતમાં બંને સાથે મળી લોલીપોપ એન્જોય કરતા જોવા મળે છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @a_n_ki_ta_heart__g_u_r_u._2.0 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લાઇક્સ મળી છે. ઘણા લોકો આ વીડિયો પર કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Shah Jina