ભારત ઉપરાંત આ દેશ પણ 15 ઓગસ્ટના દિવસે થયા હતા આઝાદ, જાણો તેમના વિશે રોચક માહિતી

15 ઓગસ્ટ 1947 દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, કારણ કે આ દિવસે ભારતના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. ઘણા વર્ષો સુધી, ભારત ગુલામીની સાંકળોમાં બંધ રહ્યું, પરંતુ આપણા દેશના ઘણા બહાદુર સપુતોએ પોતાનો જીવ જોખમમાં મુકીને ન માત્ર દેશને આઝાદ કરાવ્યો, પરંતુ સાથે જ કહ્યું કે જ્યારે પણ ભારત માતાને તેના બહાદુર પુત્રોની જરૂર પડશે ત્યારે તેઓ બલિદાન આપવાથી પાછળ નહીં હટે.

લાંબો સંઘર્ષ અને પછી જઈને આપણો દેશ આઝાદ થયો અને આ સ્વતંત્રતા દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાંચીર પરથી ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે. આ વર્ષે આપણે 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. પરંતુ શું તમે જાણો છો કે માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર બન્યા હતા. કદાચ નહીં, તો ચાલો અમે તમને તેના વિશે જણાવીશું.

બહેરીન
બહરીન બ્રિટિશ ગુલામીમાં કેદ હતો અને 15 ઓગસ્ટ 1971 ના રોજ આઝાદી મેળવી. જો કે, 1960 ના દાયકામાં બ્રિટીશ દળોએ બહેરીન છોડવાનું શરૂ કર્યું. પરંતુ 15 ઓગસ્ટના રોજ બહેરીન અને બ્રિટન વચ્ચે સંધિ થઈ અને તે પછી જ બહેરીન એક સ્વતંત્ર દેશ બન્યો. જો કે, બહેરીન 16 ડિસેમ્બરે તેનો નેશનલ હોલિ ડે ઉજવે છે, કારણ કે તેના શાસક ઇસા બિન સલમાન અલ ખલીફા બહેરીનના સિંહાસન પર બિરાજમાન થયા હતા.

કોંગો
15 ઓગસ્ટ 1960 ના રોજ, કોંગોએ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી, જેનો તેમના પર 1880 થી કબજો હતો. કોંગો આફ્રિકન દેશ છે. આઝાદી પછી તે રિપબ્લિક ઓફ કોંગો બની ગયું.

લિકટેંસ્ટિન
આ દેશને 15 ઓગસ્ટ 1866 ના રોજ આઝાદી મળી હતી. લિકટેંસ્ટિન જર્મનીથી સ્વતંત્ર થયો હતો. વર્ષ 1940થી આ દેશ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયા દેશ પણ 15 ઓગસ્ટ 1945 ના રોજ સ્વતંત્ર થયો હતો. દક્ષિણ કોરિયાને જાપાનથી સ્વતંત્રતા મળી. તે સમયે, યુએસ અને સોવિયત દળોએ દક્ષિણ કોરિયાને જાપાની કબજામાંથી બહાર કા્ઢ્યું. કોરિયાના લોકો આ દિવસને નેશનલ હોલિ ડે તરીકે ઉજવે છે.

ઉત્તર કોરીયા
આ દેશ પણ 15 ઓગસ્ટ 1945 ના રોજ સ્વતંત્ર થયો અને દક્ષિણ કોરિયાની જેમ ઉત્તર કોરિયાને પણ જાપાનથી સ્વતંત્રતા મળી. ઉત્તર કોરિયા પણ આ દિવસને નેશનલ હોલિ ડે તરીકે ઉજવે છે અને રજા હોવાને કારણે લોકો આ દિવસે લગ્ન કરે છે, જે હવે એક પરંપરા બની ગઈ છે.

Niraj Patel