મેહુલ બોઘરાનું દર્દ છલકાયું: કહ્યું કે દુઃખ તો એ વાતનું થાય છે કે પોલીસ…..જુઓ વિડીયો

સુરતમાં એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયાની ઘટના સામે આવી છે. તમને જણાવીએ કે, મેહુલ બોધરા વિવિધ ટ્રાફિક રૂલ્સને લઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિક રુલ્સ ચકાસણી કરવું મહુલ બોઘરાને ભારે પડ્યું છે


આજે સાંજે લાઈવ આવીને મેહુલ બોઘરાએ કહ્યું કે, દરેક વસ્તુઓની લિમિટ હોય છે. અમે બધું જાણીએ. અમારે શરીર છે, અમારે હાથ છે. હુમલા કરવાનું મારવાનું અમને પણ ફાવે પણ એક વસ્તુ છે, બાબા સાહેબ આમ્બેડકરમાં, સંવિધાનમાં, સરદાર પટેલની સુજ્બુજ લઈને અમે નીકળીએ છીએ. પાવર ઓફ પેન છે અમારી પાસે.

આ કલમ છે એનો પાવર અમે લઈને ફરીએ છીએ. અને આ લોકોએ જે કાયદાને ગજવામાં રાખીને ચાલે છે ને એ લોકોને કોઈની પડી નથી. ન તો DGP ના પરિપત્રની, ન સુપ્રીમ કોર્ટની પડી છે, ન ઉપરી અધિકરીઓની પડી છે, ન હોમ મિનિસ્ટ્રીની કંઈ પડી છે, ન તો સરકારની કંઈ પડી છે.

જો આ લોકોને ડર હોય તો આ ઘટના જ ના બની હોય. ઘટના બની એ તો છોડો, ઘટના બન્યા બાદ સિસ્ટમની નિમ્ન કક્ષાની એક માનસિકતા જુઓ. ઘટના બન્યા બાદ હું ડાયરેક્ટ ટુ વહીલરમાં બેસીને પોલીસ સ્ટેશન જાઉં છું. ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેસાડવામાં આવે છે.

આ જે લુખ્ખાઓ છે, બેઈમાનો છે, એ એની ગેંગને લઈને ત્યાં આવે છે. પોલીસની સામે ધમકી આપે છે. મને ગાળો આપે છે, મને મારવા માટે દોડે છે, આ બધું પોલીસની હાજરી માં થાય છે. પોલીસ એની તરફેણ કરે છે. દુઃખ એ વાતનું થાય છે.

વધુમા મેહુલ બોઘરા કહે છે કે તમે કળા કાચ વગરની ગાડી લઈને ફરવાનું બંધ કરી દો, મારો વીડિયો નહિ આવે કોઈ દિવસ. વધુમાં મેહુલે કહ્યું કાળા કાચની પાછળ દારૂ પીવાય છે, કાળા કાચની પાછળ નંગા નાચ થાય છે,

ઓવર સ્પીડમાં ગાડીઓ ચાલે છે, જાહેર જનતાને ગાડીઓ ઠોકી દેવાય છે, નંબર પ્લેટ ન હોય એટલે કેસ પણ ન બને. હજારો કિસ્સાઓ મેં ફેસબુક પ્લેટફોર્મ પર અપલોડ કરેલા છે. પણ તેમ છતાં કોઈને સુધરવું જ નથી.

આજે બપોરે મેહુલ બોઘરાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું મારા અંગત કામ માટે ઇસ્કોન મોલ જઇ રહ્યો હતો ત્યારે પરવત પાટીયા પાસે BRTSમાં એક બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી હતી અને તેની પર નંબર પ્લેટ પણ લગાવવામાં નહોતી આવી. આ ગાડી પર પોલીસ લખેલું હતું. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતના DGPનો એક પરિપત્ર છે કે, પોલીસે કાળા કાચવાળી કે નંબર પ્લેટ વગરના ગાડી રાખવી નહીં.

એક જાગૃત નાગરિક તરીકે મેં કારમાંથી ઉતરીને ચેક કરવાની કોશિશ કરી હતી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? બોઘરાએ કહ્યું કે, સલામતી ખાતર મેં સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું. વધુમાં એકવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું કે, એ પછી 6થી 7 જેટલાં લોકો આવ્યા હતા અને મારા પર અને ત્યાં ટોળે વળેલા લોકો પર પત્થરમારો કર્યો હતો.

ફૂલ વીડિયો જોવા અહીંયા ક્લિક કરો

YC