અરે બાપ રે, આ બેંક દ્વારા કરવામાં આવી એટલી મોટી ભૂલ કે ખોવા પડ્યા 3650 કરોડ રૂપિયા, વાંચો સમગ્ર મામલો

આ બેન્કે ખાતામાં મોકલી દીધા અબજો રૂપિયા, કોર્ટે કહ્યું હવે પાછા નહીં મળે

બેંક દ્વારા ક્યારેક ક્યારેક નાની મોટી ભૂલો થઇ જતી હોય છે, પરંતુ હાલમાં મળતી ખબર પ્રમાણે અમેરિકાની સીટી બેંક દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કરવામાં આવી છે જેના કારણે બેંકને 3650 કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોસ્મેટિક કંપની રેવલોનના ઋણદાતાઓને સીટી બેંકને 58 કરોડ રૂપિયા વ્યાજ સ્વરૂપે આપવાના હતા. પરંતુ ભૂલથી બેંક તરફથી ઋણદાતાઓના ખાતામાં 10 ઘણી વધારે રકગમ એટલે કે 6554 કરોડ રૂપિયા લગભગ 900 કરોડ ડોલર) નાખી દેવામાં આવ્યા. આ લેવડ દેવળ ગયા વર્ષે ઓગસ્ટમાં થઇ હતી.

કેટલાક કર્જદાતાઓએ બેંકને ભૂલમાં આવેલા એ પૈસા પરત કરી દીધા છે. પરંતુ જ્યારે 10 ઋણદાતાઓએ 3650 કરોડ રૂપિયા પાછા ના આપ્યા ત્યારે અમેરિકી બેંક દ્વારા કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો. પરંતુ ત્યાંથી પણ તેમને નિરાશા જ હાથમાં આવી. કોર્ટ દ્વારા પણ ચુકાદો આપવા દરમિયાન કહેવામાં આવ્યું કે બેંક હવે બાકીની રકમ વસુલ નહિ કરી શકે.

Niraj Patel