નફ્ફટ ચીને ભારતની બદનામી કરી, આખી દુનિયાને કહી આ વાત
કોરોના વાયરસ સામે આજે આખી દુનિયા લડી રહી છે અને વાયરસ ફેલાવવાની સાથે જ એ વાત પણ સામે આવી હતી કે ચીનના વુહાન શહેરમાંથી જ આ વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે. ત્યારે એક ચીની વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસ દુનિયાભરમાં ભારતમાંથી ફેલાયો છે.

ચીની વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના વુહાનમાંથી મળી આવેલો કોરોના વાયરસ અસલી વાયરસ નથી. તેમને જણાવ્યું કે તપાસની અંદર કોરોના વાયરસ બાંગલાદેશ, અમેરિકા, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, ભારત, ઇટલી, ચેક રિપબ્લિક, રૂસ અથવા સર્બિયામાં પેદા થવાના સંકેતો મળે છે.

ચીની શોધકર્તાઓનો દાવો છે કે ભારત અને બાંગ્લાદેશમાં સૌથી ઓછું મ્યુટેશન વાળા નમૂના મળ્યા છે અને ચીનના પાડોશી દેશો છે. એટલા માટે એ સંભવ છે કે સૌથી પહેલું સંક્ર્મણ અહીંયા થયું હોઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે કોરોના વાયરસ જુલાઈ અથવા ઓગસ્ટ 2019માં પહેલીવાર ફેલાયો હોઈ શકે છે.