બાપે એક ભૂલ કરી ને 2 વર્ષની માસુમ દીકરીનું તડપી તડપીને મળ્યું હીચકારું મોત, ધ્રુજાવી દેતો બનાવ

ગુજરાતમાંથી ઘણીવાર અણધાર્યા અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, જેને કારણે કેટલાક લોકોનું મોત થતુ હોય છે. ત્યારે હાલમાં સુરતના સરથાણામાં ચાલુ ટ્રેક્ટરમાંથી બે વર્ષની બાળકી નીચે પડી જતા તેનું કચડાઇ જવાને કારણે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ડ્રાઈવિંગ કરતા સમયે બાળકી પિતાના ખોળામાં હતી અને ત્યારે જ અચાનક બાળકી નીચે પડી અને આ દરમિયાન ટ્રેક્ટરનું ટાયર બાળકીના માથા પર ફરી વળતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ.

ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જણાવી દઇએ કે, સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલુ છે અને આ દરમિયાન ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ બાળકી નીચે પડી ગઇ જેને કારણે ટાયર નીચે કચડાઈ જતા તેનું મોત નિપજ્યુ. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્ય પ્રદેશનો સિંગાડીયા પરિવાર બે મહિના પહેલા સરથાણા જકાતનાકા પાસે આવેલા નેચરપાર્કની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આવ્યો હતો.

મુકેશ સિંગાડીયા, તેમની પત્ની રંગાબાઈ અને ભત્રીજો સુરેશ સિંગાડીયા તેમની પત્ની પૂજા તેમજ બે નાના બાળકો સરથાણા નીચે પાર્ક પાસે જ રહેતા હતા. ત્યારે હાલમાં સુરેશ સિંગડિયા જ્યારે ટ્રેક્ટર ચલાવતો હતો ત્યારે તેની બે વર્ષની બાળકી પ્રિયંકા તેના ખોળામાં હતી અને આ દરમિયાન અચાનક તે પડી જતા ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગઇ અને તેને કારણે તેનું મોત થયુ. ઘટનાને લઇને પરિવારમાં પણ શોક છવાઈ ગયો છે.

બાળકીના માથા પરથી ટ્રેક્ટરનું વ્હિલ ફરી વળતાં તેનો માથાનો ભાગ ચગદાઈ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતુ. ત્યારે પિતાની સામે જ દીકરીનું કમકમાટીભર્યુ મોત નિપજતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારે બાળકીના મોતને કારણે માતાની પણ રડી રડીને હાલ ત ખરાબ થઇ ગઇ હતી અને તેમને હોસ્પિટલ લઇ જવાની પણ ફરજ પડી હતી.

Shah Jina