આઈપીએલમાં પોતાની ડેબ્યુ મેચમાં જ દર્શકોનું દિલ જીતી લીધું આ ગુજરાતી ક્રિકેટરે, બન્યો પાવર પ્લેયર, જાણો તેની સંઘર્ષ ભરેલી કહાની

ગઈકાલે આઇપીએલ 2021માં રાજસ્થાન રોયલ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાયેલી દિલ ધડક મેચની અંદર પંજાબનો વિજય થયો, પરંતુ આ હાઈસ્કોરિંગ મેચ ખુબ જ રોમાંચક બની રહી. મેચનો નિર્ણય છેલ્લા બોલે આવ્યો અને રાજસ્થાન જીત સુધી પહોંચીને છેલ્લા બોલમાં હારી ગયું હતું.

પરંતુ રાજસ્થાન તરફથી કેટલાક ખેલાડીઓએ દિલ જીતી લીધું જેમાં રાજસ્થાનના કપ્તાન સંજુ સેમસને શાનદાર સદી ફટકારી અને પોતાના ડેબ્યુ કપ્તાન તરીકે સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો.

આ ઉપરાંત રાજસ્થાનની ટીમ દ્વારા ખરીદવામાં આવેલા ગુજરાતના ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાએ પણ શાનદાર રીતે પોતાનું ડેબ્યુ કર્યું. માત્ર બોલિંગ જ નહિ પરંતુ ફિલ્ડિંગમાં પણ ચેતનનો દમખમ જોવા મળ્યો. તેને જે નિકોલસ પૂરણનો શાનદાર કેચ કર્યો તેના કારણે પણ તેને ખુબ જ પ્રસંશા મેળવી.

ચેતન રાજસ્થાનની ટીમમાં એક બોલરના રૂપમાં લેવામાં આવ્યો છે અને તેને પોતાની બોલિંગનો દમખમ પણ બતાવ્યો. ચેતને 4 ઓવરની અંદર 31 રન આપી અને 3 વિકેટ પોતાના નામે કરી હતી.

પોતાની ડેબ્યુ મેચમાં જ આ શાનદાર પ્રદર્શન કરવા માટે ચેતન સાકરિયાને પાવર પ્લેયર તરીકે પણ સન્માનવામાં આવ્યો હતો, તેને 1 લાખ રૂપિયાનું ઇનામ અને ટ્રોફી મળ્યા હતા. ચેતને પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે અને આજે તે આઈપીલમાં રાજસ્થાન તરફથી રમી રહ્યો છે.

ચેતન રાજસ્થાન તરફથી ખરીદવામાં આવેલો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. તેને રાજસ્થાનની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. ચેતનના પિતા ટેમ્પો ચલાવતા હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ ચેતને હાર ના માની અને આ જગ્યાએ પહોંચ્યો છે. તે જલ્દી જ ભારતીય ટીમમાં પણ તેના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે સામેલ થાય તેવી આપણે પ્રાર્થના કરીએ.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

તમને આ પણ વાંચવું ગમશે: ભાવનગરના એક ટેમ્પોચાલકનો દીકરો IPLમાં સૌથી મોંઘો 1.2 કરોડમાં રાજસ્થાન ટીમે ખરીદ્યો, ખુબ જ સંઘર્ષ ભરેલું છે તેનું જીવન,જાણો સફળતાની કહાની.. થોડા દિવસ પહેલા જ દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલમાં ખેલાડીઓની નીલામી થઇ. જેની અંદર ટેલેન્ટેડ ખેલાડીઓ પણ ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલમાં પાંચ ગુજરાતી ખેલાડીઓની પસંદગી થઇ જેમાં સૌથી વધુ કિંમતે એક સામાન્ય પરિવારમાંથી આવનારા ચેતન સાકરીયાને ખરીદવામાં આવ્યો.

ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ચેતનની આઇપીએલ સુધી પહોંચવાની સફર પણ ખરેખર અદભુત છે. ખુબ જ તકલીફ ભરેલા જીવનમાંથી પોતાની મહેનત દ્વારા આ ક્ષેત્રમાં પહોંચવું તેના માટે ખુબ જ મુશ્કેલ હતું તે છતાં પણ તેને કરી બતાવ્યું. ચાલો જાણીએ ચેતનના જીવનને થોડા નજીકથી.

ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. ચેતનને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ જ રુચિ હતી.

ચેતનને આજે સૌરાષ્ટ્રના સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાવમાં આવે છે ત્યારે રાજસ્થાન રોયલ દ્વારા ચેતનની પસંદગી બાદ સમગ્ર ભાવનારમાં પણ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ચેતનની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક છે અને માતા ગૃહિણી છે.

એક સમય એવો પણ આવ્યો હતો જયારે ચેતનને ક્રિકેટ છોડવી પડે તેમ હતું, પરંતુ કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ આવે છે. આ દરમિયાન તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી.

જેના કારણે આજે ચેતન આઇપીએલમાં સ્થાન મળેવી શક્યો છે. અને માત્ર 22 વર્ષની ઉંમરે જ ગુજરાતના સૌથી મોંઘા ખેલાડી તરીકે 1.2 કરોડમાં રાજસ્થાનની ટિમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો છે.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેનો રસ તેને ક્રિકેટ તરફ લઇ જતો અને તેના કારણે ઘણીવાર ખોટું બોલી અને તે શાળા છોડી ક્રિકેટ રમવા માટે પણ ચાલ્યો જતો હતો.

આઇપીએલ  સુધી પહોંચવામાં ચેતનની  ખુબ જ મહેનત છે. તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી પરંતુ તેના પર્ફોમન્સના કારણે તેની બોલી લાગી અને 1.2 કરોડમાં છેલ્લે તે ખરીદાયો.

Niraj Patel