BREAKING : યુક્રેનમાં રહેતા વધુ એક ભારતીયનું થયું મોત, કારણ જાણીને તમને પણ ઝટકો લાગશે, જાણો સમગ્ર મામલો

રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું છે અને આ સમયે યુક્રેનની અંદર ઘણા બધા ભારતીયો પણ ફસાયેલા છે. જેમાંથી ગઈકાલે જ એક ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા હતા, જેમાં રશિયન હુમલાના કારણે ખાવાનું લેવા માટે નીકળેલા કર્ણાટકના નવીનનું મોત નીપજ્યું હતું, જેના કારણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતાતુર બન્યા હતા.

લેટેસ્ટ અપડેટ મુજબ રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લાવરોવે જણાવ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ઘણું વિનાશકારી હશે.જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો અમે ન્યુક્લિયર એટેક કરીશું. તેમણે કહ્યું કે યુક્રેનને પરમાણુ હથિયાર હાંસલ કરવાની કદી પણ મંજૂરી નહીં આપીએ. તેમણે કહ્યું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થયું તો તે પરમાણુ યુદ્ધ થશે અને ઘણું વિશાનકારી હશે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ખતરનાક યુદ્ધ હવે ફરી એક વાર પરમાણુ હુમલાનો ખતરો વધારી દીધો છે. જો કે, લડાઈ હવે લગભગ નિર્ણાયક મોડ પર આવીને ઊભી છે. પણ ખતરો હજૂ ટળ્યો નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના પુતિને પહેલાથી ચેતવ્યા છે કે, જો કે, જો કોઈ બહારનો વચ્ચે પડ્યો તો પરિણામ અત્યંત ખરાબ આવશે, જેવું પહેલા ક્યારેય જોયું નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ચેતવણીને પરમાણુ હુમલા તરીકે જોઈ રહ્યા છે.

ત્યારે હવે આ બધા વચ્ચે એક વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક અન્ય ભારતીય વિધાર્થીનું મોત નીપજ્યું હોવાની ખબર સામે આવી છે. પંજાબના ચંદન જિંદાલ નામના 22 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે મૃત્યુ થયું હતું. જોકે, ચંદનનું મૃત્યુ હુમલામાં નહીં પરંતુ બીમારીના કારણે થયું હતું.તેને યુક્રેનની વિનિત્સા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

ચંદનને બ્રેઈન સ્ટ્રોકના કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બુધવારે ચંદનનું મોત નીપજ્યું હતું. યુક્રેનમાં આ સતત બીજા ભારતીયનું મોત થયું છે. ચંદન જિંદાલ યુક્રેનમાં ચોથા વર્ષમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે, તે આ યુદ્ધને કારણે ત્યાં ફસાઈ ગયો અને પાછો આવી શક્યો નહીં. 2 ફેબ્રુઆરીએ તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેના મગજમાં લોહી વહી ગયું. ડોક્ટરોએ ઓપરેશન કર્યું પણ તે કોમામાં જતો રહ્યો. 2 માર્ચે તેનું અવસાન થયું હતું.

7 ફેબ્રુઆરીના રોજ તેના પિતા શીશન કુમાર જીદાલ અને તાયા કૃષ્ણ કુમાર જીદાલ તેમના એકમાત્ર પુત્રની સંભાળ લેવા યુક્રેન ગયા હતા. આ દરમિયાન ત્યાં યુદ્ધ શરૂ થયું. તાયા કૃષ્ણ કુમાર જીદલ 1 માર્ચની રાત્રે બરનાલા પરત ફર્યા હતા, પરંતુ પિતા શીશન કુમાર જીદલ હજુ પણ પુત્રની સારવાર માટે ત્યાં જ અટવાયેલા હતા કે 2 માર્ચે ચંદન જીદલનું મૃત્યુ થયું .

Niraj Patel