માતાજી આ વખતે ઘોડા ઉપર સવાર થઈને આવશે, આ ભૂલ કરશો તો મળશે કઠોર દંડ
ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થશે, જે 21 એપ્રિલ રામનોમ સુધી ચાલશે. આ વખતે ભારતી, હર્ષ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિયોગમાં નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આ શુભ યોગમાં શક્તિ પર્વ શરૂ થવાથી દેવીપૂજા આરાધનાથી મળતું શુભ ફળ વધી જશે. 13 એપ્રિલ મંગળવારના રોજ સ્વયં સિદ્ધ મુહૂર્ત રહેશે.
નવરાત્રિના નવ દિવસ સુધી જ સ્વરૂપો શૈલપુત્રી માતા, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માણ્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાના સ્વરૂપોની પૂજા અર્ચના કરવાથી ભક્તોના બધા કષ્ટો દૂર થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.

આ વખતે નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે વિશેષ યોગ બની રહ્યો છે. નવરાત્રિના દિવસોમાં કેટલીક એવી બાબતો છે જેનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઇએ, કારણ કે આ દરમિયાન કરવામાં આવેલી ભૂલથી માતા નારાજ થઇ શકે છે.
નવરાત્રિના નવ દિવસ વ્રત રાખો કે ના રાખો, ઘરમાં સાત્વિક ભોજન જ બનાવું જોઇએ. આ દરમિયાન માંસ મદિરાનું સેવન ના કરવું જોઇએ. આ સાથે જ જમવામાં ડુંગળી-લસણનો ઉપયોગ ના કરવો જોઇએ.

નવરાત્રિ દરમિયાન વાળ ન કાપવા અને દાઢી પણ ન કરવી જોઇએ. નવરાત્રિ શરૂ થયા પહેલા જ આ કામ પતાવી લેવું જોઇએ. નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા તેમની કૃપા પ્રાપ્ત કરવા જો દુર્ગા ચાલીસા, મંત્ર કે સપ્તશતીનો પાઠ કરી રહ્યા છો તો વચ્ચે બીજી વાત કે ઉઠવાની ભૂલ ના કરો.
નોરતાં 21 એપ્રિલ રામનોમના દિવસે વણજોયા મુહૂર્તમાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં કુલ ચારવાર નવરાત્રિ ઊજવવામાં આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નોરતાં મુખ્ય માનવામાં આવે છે. ત્યાં જ, મહા અને અષાઢમાં ગુપ્ત નોરતાં હોય છે. નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામા આવે છે અને આ દિવસોમા માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

જયોતિષ શાસ્ત્ર અનુસાર, આ વખતે નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોના સંયોગથી કંઇક વિશેષ યોગનું નિર્માણ થઇ રહ્યુ છે. આ દિવસે સવારે 10:17 સુધી કરણ બવ યોગ રહેશે. આ સાથે જ ચૈત્ર પ્રતિપદાની તિથિ બપોરે 03:16 સુધી વિષ્કુંભ યોગ રહેશે અને તે બાદ પ્રીતિ યોગ આરંભ થઇ જશે. ત્યાં રાત્રે 11:31 સુધી બાલવ યોગ રહેશે.