સલમાન ખાન, શિખર પહાડીયાથી લઈને ઓરી સુધી, અનંત અંબાણીના જન્મ દિવસ માટે જામનગર જવા રવાના થયા બૉલીવુડ સેલેબ્સ
Celebs Jamnagar for Anant Ambani’s birthday : દેશના અગ્રણી ઉદ્યપગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે, લગ્ન પહેલા 1થી 3 માર્ચ જામનગરમાં પ્રિ વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. બોલીવુડના સિતારાઓએ પણ આ પ્રિ વેડિંગ ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા, ત્યારે હવે ફરી એકવાર જામનગરમાં સેલેબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
અનંત અંબાણીના જન્મદિવસ માટે બોલિવૂડ સ્ટાર્સ ફરી એકવાર જામનગર જવા રવાના થયા છે. માર્ચ મહિનામાં જ ગુજરાતમાં આખું બોલિવૂડ જોવા મળ્યું હતું અને ફરી એક વખત જલસો થવાનો છે. પેપરાજીએ આ સ્ટાર્સને પણ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમાં સલમાન ખાન પણ જોવા મળ્યો હતો, જે મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય બી-ટાઉન સેલેબ્સ પણ અહીં જોવા મળ્યા હતા.
બોલિવૂડનો ‘ભાઈજાન’ સલમાન ખાન કાલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તે સુરક્ષા કર્મીઓ સાથે જોવા મળ્યો હતો. તે લક્ઝરી કારમાંથી નીચે ઉતર્યો અને પેપ્સનું અભિવાદન કરી એરપોર્ટની અંદર ગયો. તેણે બ્લેક ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. જોકે તે ફોન પર કોઈની સાથે વાત પણ કરતો હતો. આ દરમિયાન તેનો બોડીગાર્ડ શેરા પણ તેની સાથે જોવા મળ્યો હતો.
થોડા સમય બાદ અભિનેતા વીર પહાડિયા તેના ભાઈ શિખર પહાડિયા સાથે જોવા મળ્યો હતો. બંને વધુ કેઝ્યુઅલ અને કૂલ-આઉટ લુકમાં જોવા મળ્યા હતા. તેણે ડેનિમ અને હેડગિયર સાથે ટી-શર્ટ પહેર્યું હતું. આ તમામ 10 એપ્રિલના રોજ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે જામનગર જઈ રહ્યા હતા.
View this post on Instagram
આ સિવાય ઓરી પણ આ ઇવેન્ટ માટે રવાના થયો હતો. તેણે એરપોર્ટ પર પેપરાજી માટે પોઝ પણ આપ્યો અને વિનિંગની નિશાની પણ કરી. ‘યારિયાં 2’નો અભિનેતા મીઝાન જાફરી પણ જામનગર જવા રવાના થયો હતો. મીડિયા રિપોર્ટ્સઅનુસાર, બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર અને તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ અનંતના જન્મદિવસની ભવ્ય પાર્ટીમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા હતા. આ સિવાય પણ ઘણા સેલેબ્સ જામનગર પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
View this post on Instagram