સુરતના અડાજણ સ્થિત પવિત્રા રો-હાઉસમાં બે મહિના પહેલાં ઈન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે કેબલ વાયર વડે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં બેંક મેનેજરના પિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે બેંક અધિકારીની પરિણીત પ્રેમિકાને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર ગણાવી છે. FIR મુજબ, આપઘાત સમયે પ્રેમિકા હાજર હતી, છતાં પણ તેણે કોઈને જાણ કરી ન હતી.રાજસ્થાનના અલવરના વતની અને હાલ સુરતના અડાજણ પવિત્રા રો-હાઉસમાં રહેતા 30 વર્ષીય અમન રાકેશભાઈ ભાર્ગવ, ઈન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અપરિણીત હતા અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં કામ કરતી એક પરિણીત મહિલ સાથે તેમની મિત્રતા હતી.
ગત 4 જાન્યુઆરીએ બપોરે અમને ઘરના પહેલા માળે દરવાજા પર કેબલ બાંધી આત્મહત્યા કરી લીધી. આ સમાચાર મળતાં તેમના પિતા રાકેશ રામકિશોર ભાર્ગવ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ કેસમાં હવે અમનના પિતા રાકેશ ભાર્ગવે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે તેમના પુત્રની પ્રેમિકા પૂજા કાપડિયા (ઉંમર 34, રહે. ભટાર, મૂળ નેપાળ) સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, ગત 4 જાન્યુઆરીએ આપઘાત સમયે પૂજા ત્યાં હાજર હતી. તે દિવસે બંનેએ મળીને બહારથી જમવાનું મંગાવીને સાથે ભોજન કર્યું હતું.
ત્યારબાદ, તેમની વચ્ચે કોઈ ઉગ્ર વાદવિવાદ થયો હોવાની શંકા છે.FIR મુજબ, અમને આપઘાત કર્યો ત્યારે પૂજા હાજર હોવા છતાં તેને અમનને રોકવાનો પ્રયાસ ના કર્યો કે અને કે ના કોઈ પડોશીઓને જાણ કરી. વધુમાં, અમને આપેલા એક અંગ્રેજી લેટરમાં પ્રેમસંબંધ તેમજ માતા-પિતા અને બહેનના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ આધારે, અમનના પિતાએ આક્ષેપ કર્યો કે પૂજા, પરિણીત હોવા છતાં, અમનના મેનેજર પદ અને સારા પગારને જોતા તેને પ્રેમમાં ફસાવી ભાવનાત્મક દબાણ કરીને લગ્ન કરવા ઈચ્છતી હતી.છેલ્લા ચાર મહિનાથી બેંક ઓફ બરોડામાં નોકરી કરતી પૂજા અગાઉ ઈન્ડિયન બેંકમાં અમન ભાર્ગવ સાથે કામ કરતી હતી.
આપઘાત પહેલા, અમને પૂજાને એક લેટર આપીને ઘરે જઈ બાદ વાંચવા કહ્યું હતું. બાદમાં, તે પહેલા માળે ગયો અને ફાંસો ખાઈ લીધો. જ્યારે પૂજા ઉપર ગઈ, ત્યારે અમનને લટકતી હાલતમાં જોઈ ચોંકી ગઈ. પછી, ઘટનાની જાણ થતાં પૂજાએ આ લેટર અડાજણ પોલીસને સોંપ્યો, જે અંતે સુસાઈડ નોટ તરીકે પુરવાર થયો.અમને પૂજાને આપેલા લેટરમાં ભાવનાત્મક શબ્દોમાં લખ્યું હતું: હું તને પસંદ કરું છું, GM બન્યા પછી લગ્ન કરીશ. પૂજા, મેં તારી સાથે કદી કંઈ ખોટું કર્યું નથી. મારી તારી પ્રત્યેની લાગણીઓ પહેલાં જેવી જ છે. આ જન્મમાં નહીં, પરંતુ આવતા જન્મમાં આપણે સાથે રહીશું.”
તેમજ, તેમણે પૂજાને સામાજિક દબાણમાં ન આવવાની સલાહ આપીને લખ્યું હતું કે “મારી તેરમાંની વિધિ સુધી મારા પરિવાર સાથે રહેજે અને દર વર્ષે મારા જન્મદિવસની ઉજવણી કરજે.” માતા-પિતાને સંબોધીને તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે “મેં તમને ઘણું હેરાન કર્યું છે, હું એક સારો પુત્ર બની શક્યો નહીં.” જ્યારે બહેન માટે લખ્યું કે હું સારો ભાઈ બની શક્યો નહીં અને તમને હેરાન કર્યા બદલ માફી માંગુ છું.”
ભારતીય ટીમ



