કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન એ તો ભારે કરી ! એડવાન્સમાં કર્યુ એટલી બધી કારોનું બુકિંગ કે હવે બીજા લોકોને થઇ રહી છે પરેશાની

બોલિવુડની ખૂબસુરત અને ટોપ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ ડિસેમ્બર 2021માં અભિનેતા વિક્કી કૌશલ સાથે રાજસ્થાનના સિક્સ સેંસ ફોર્ટ બરવાળામાં લગ્ન કરવાની છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેમના મિત્રો અને મેનેજર્સે શહેરમાં મહેમાનો માટે વ્યવસ્થા શરૂ કરી દીધી છે અને એડવાન્સમાં ગાડીઓનું બુકિંગ પણ કરી લીધુ છે. પરિવારના સભ્યો ઉપરાંત કેટરીના કૈફ અને વિક્કી કૌશલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી મિત્રો અને સહયોગીઓને આમંત્રિત કરશે.

કેટરિના-વિક્કીની ગેસ્ટ લિસ્ટમાં વરુણ ધવન, રોહિત શેટ્ટી, કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મિની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને નતાશા દલાલનો સમાવેશ થાય છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કપલે આરામ કરવા અને રોકાવા માટે બુકિંગ કરી લીધી છે.

ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, લગ્નની તારીખોની નજીક જયપુરમાં શૂટિંગ કરી રહેલા ફિલ્મ અને ટીવી ક્રૂને ભાડાની ગાડીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મોટાભાગની SUV અને હાઇ-એન્ડ કાર લગ્ન માટે બુક કરવામાં આવી છે. એરપોર્ટથી હોટેલ અને લગ્નની આસપાસના અન્ય કાર્યક્રમોમાં પિક-અપ અને ડ્રોપની સુવિધા માટે જથ્થાબંધ બુકિંગ કરવામાં આવે છે. એવામાં આ તારીખે ત્યાં શૂટિંગ કરનાર અન્ય લોકોની સામે વાહનોના શોર્ટિંગની સમસ્યા ઊભી થઈ છે.

વિક્કી અને કેટરિના બંનેએ લગ્નના મામલે હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ અંદરની વાતો પર વિશ્વાસ કરવામાં આવે તો બંને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને 7 થી 9 ડિસેમ્બર સુધી ફ્રી રહેવા માટે કહી રહ્યા છે. ઈન્ડિયા ટુડે અનુસાર, બંને ઈન્ડસ્ટ્રીમાંથી તેમના મિત્રો અને મેંટર્સને બોલાવવાના છે.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફે લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેઓએ તેમના મહેમાનો માટે તેમના રોકાવાથી લઈને તેમની મુસાફરી સુધીની તમામ વ્યવસ્થા કરી છે. વિક્કી-કેટરિનાના મહેમાનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એરપોર્ટથી લઈને હોટલ સુધી એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે. આ ટીમ લગ્નની તૈયારીઓનું ખાસ ધ્યાન રાખશે.

રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિક્કી અને કેટરિનાએ દિવાળીના દિવસે દિગ્દર્શક કબીર ખાનના મુંબઈના ઘરે રોકા સેરેમની કરી હતી, જ્યાં માત્ર પરિવારના સભ્યો જ હતા. રોકા સેરેમનીમાં કેટરીનાની માતા સુઝેન તુર્કેટ, તેની બહેન ઈસાબેલ કૈફ અને વિક્કીના માતા-પિતા શ્યામ કૌશલ અને વીણા કૌશલ અને ભાઈ સની કૌશલ હાજર હતા.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી અને કેટરીનાના લગ્નનું સેલિબ્રેશન 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં યોજાશે. કેટરિના અને વિક્કી સબ્યસાચીના પોશાક પહેરે તેવી અપેક્ષા છે.વિક્કી અને કેટરિના જે હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે તેનું એક રાતનું ભાડું 64 થી 90 હજાર રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે.

Shah Jina