આવો ભયાનક અકસ્માત આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, એવી રીતે કાર થાંભલામાં ઘુસી કે લોકો પણ જોઈને માથું ખંજવાળતા રહી ગયા… જુઓ વીડિયો

આખરે કાર થાંભલાની અંદર ઘુસી કેવી રીતે ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો અજીબો ગરીબ કાર અકસ્માતનો વીડિયો, જુઓ તમે પણ

car stuck pole after crash: દેશભરમાં અકસ્માતના ઘણા બધા મામલાઓ સતત સામે આવી રહ્યા છે. રોડ અકસ્માતમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે અને ઘણા અકસ્માતની લાઈવ ઘટના પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કારનો એવો અજીબો ગરીબ અકસ્માત (Weird Car Accident Video) જોવા મળી રહ્યો છે જેને જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે.

આ અકસ્માત એ રીતે થયો છે કે ડ્રાઇવરની સીટની જગ્યાએ એક પોલ સીધો ઉભો છે. લોકો આશ્ચર્યમાં છે કે આ પોલ ત્યાં કેવી રીતે પ્રવેશ્યો. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારનું બોનેટ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. પરંતુ કાર એક પોલમાં એવી રીતે ફસાઈ ગઈ છે કે તેને જોતા એવું લાગે છે કે જાણે કોઈએ કાર ઉપાડીને પોલ સાથે અથડાઈને તેને પાર કરી લીધી છે.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આવી સ્થિતિમાં પણ કારનું વાઇપર સતત ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે વીડિયો જોઈને લોકોના માથું ચકરાવે ચઢ્યું છે. જો કે કેટલાક યુઝર્સ આ ક્લિપને ફેક ગણાવી રહ્યા છે. આ ચોંકાવનારો વીડિયો @ClownWorld_ દ્વારા 19 એપ્રિલે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “મારી પાસે ઘણા પ્રશ્નો છે.”

આ વીડિયોને અત્યાર સુધીમાં 27 લાખ વ્યૂઝ અને 36.9 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ સેંકડો યુઝર્સે ફીડબેક પણ આપ્યા છે. કેટલાક યુઝર્સે પૂછ્યું કે આ કેવી રીતે થયું, જ્યારે કેટલાક કન્ફ્યુઝ થઈ ગયા. તો કેટલાક યુઝર્સ તેને ફેક પણ ગણાવી રહ્યા છે. ત્યાં, કેટલાક લોકોએ આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો. એક યુઝરે જણાવ્યું કે આ કાર ટોપ લેવલ પાર્કિંગમાં હતી અને તેણે નિયંત્રણ ગુમાવ્યું અને નીચે પડી અને આ પોલમાં ઘુસી ગઈ.

Niraj Patel