બરફવાળા રસ્તા ઉપરથી પસાર થઇ થતી કાર વળાંક આવતા અચાનક જ ખીણમાં સરકી ગઈ, નજારો જોઈને લોકો પણ રાડ પોકારી ઉઠ્યા

જમ્મુ કાશ્મીરમાં હાલ ઠંડીનો કહેર ચાલુ છે. ઠંડીના કારણે કાશ્મીરમાં નદીઓની સાથે સાથે રસ્તાઓ ઉપર પણ બરફ જામી ગયો છે. કડકડતી ઠંડીમાં લોકોની મુશ્કેલીઓ પણ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલમાં જ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાંથી એક રોડ દુર્ઘટનાનો હૃદય હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફવાળા રસ્તાના કારણે એક એસયુવી કાર લપસીને ખીણમાં સરકી ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયાનું જણાવાઈ રહ્યું છે. જાણકારી પ્રમાણે રોડ ઉપરથી લપસીને એસયુવી કાર રોડના કિનારે લાગેલા બેરિયર્સ તોડીને ખાડીમાં પડી હતી.

આ દુર્ઘટનાનો વીડિયો એસયુવીની પાછળ ચાલી રહેલી કારમાં બેઠેલા લોકોએ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં રસ્તાની ચારેય તરફ બરફ જોમેલો જોવા મળી રહ્યો છે. અને વળાંક આવતા જ કાર અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકી જાય છે અને આ મોટી દુર્ઘટના સર્જાય છે. સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં કાર ખીણમાં ખાબકી રહી હતી ત્યારે બે લોકો કૂદીને બહાર પડી જાય છે. ત્યાં આસપાસ ઉભેલા લોકો પણ ચીસો પાડી ઉઠે છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકો પણ હેરાન રહી ગયા હતા. ઘણા લોકો આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel