GPS ચાલુ કરીને મહિલા ચલાવી રહી હતી કાર, પછી સીધી જ દરિયામાં જઈને ખાબકી, આવી રીતે બચ્યો કારમાં સવાર બંને મહિલાનો જીવ, વાયરલ થયો વીડિયો

લો બોલો.. કાર ચલાવી રહેલી મહિલા તેની સાથી મહિલા સાથે GPSના સહારે સીધી જ દરિયામાં ઉતરી ગઈ, મહામુસીબતે બચ્યો તેમનો જીવ, આખી ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

Car driving in sea woman used gps : જયારે આપણે કોઈ એવી જગ્યાએ જતા હોઈએ જેનો રસ્તો આપણને ના ખબર હોય ત્યારે આપણે ગુગલ મેપનો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર મેપના સહારે કોઈ ઉંધી જગ્યાએ પણ પહોંચી ગયા હોવાના ઘણા ઉદાહરણો મળતા હોય છે. પરંતુ હાલ એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલા GPSના આધારે કાર લઈને દરિયામાં ખાબકી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારમાં બે મહિલાઓ મુસાફરી કરી રહી હતી. આમાંથી એક મહિલા કાર ચલાવી રહી હતી અને તે જીપીએસની મદદથી પોતાના ગંતવ્ય સ્થાને જઈ રહી હતી. પરંતુ બીજી જ ક્ષણે બંને મહિલાઓ પોતાની કાર લઈને દરિયામાં ઉતરી ગઈ અને તે કાર ધીમે ધીમે ડૂબવા લાગી. જ્યારે કેટલાક લોકોએ આ દ્રશ્ય જોયું તો તેઓ તેને બચાવવા પહોંચ્યા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે કેટલાક લોકો મળીને આ મહિલાઓને બચાવી રહ્યા છે અને કારને બહાર કાઢવા માટે મશીન પણ દેખાઈ રહ્યું છે. એક રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે તે સમયે મહિલાઓ નશામાં હતી. જો કે આ વાતની પુષ્ટિ થઈ નથી, પરંતુ મહિલાઓનું વર્તન જોઈને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બંને નશામાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Christie H (@thehutchess)

સદનસીબે કારની સ્પીડ બહુ વધારે ન હતી, નહીંતર મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. હાલ બંનેને બહાર કાઢવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ વીડિયોને જોતા એવું લાગે છે કે તે ભારત બહારનો છે. તે હવે વાયરલ થઈ રહ્યો છે અને ઘણા વપરાશકર્તાઓ તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel