ખંભાતમાં જે ફરમીનબા સાથે મેરેજ કરવા વાળા છોકરાના પિતા સાથે બહુ ખરાબ થયું- જાણો વિગત

ફરમીનબાના સસરા પ્રદિપભાઇ સાંજે 6 વાગે જઈ રહ્યા હતા અને અચાનક….પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

ખંભાતમાં થોડા સમય પહેલા સૈયદ વાડામાં રહેતી ફરમીનબાનું મહંમદ ફુરકાન સૈયદ યુવતીએ યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા હતા. આ મામલો તે સમયે ઘણો ગરમાયો હતો અને યુવતીને પોતાના પિતા તેમજ પરિવારજનોને અને કેટલાક સ્થાનિક લોકો દ્વારા તેણીના પતિના તથા પતિના પરિવારને ખતરો હોવાની અરજી ખંભાત સીટી પોલીસ મથકમાં કરી હતી.

ત્યારે હવે આ મામલે વધુ એક ખબર સામે આવી રહી છે. યુવકના પિતા પર કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો છે અને આ ઘટનાને લઇને તેમણે અરજી કરી છે અને વડોદરા પોલિસની મદદ માંગી છે.

વડોદરામાં કોયલી રોડ પર યુવકના પિતા પ્રદિપભાઇ પુરાણીની કાર પર અજાણ્યા શખસ દ્વારા પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક કારચાલક અને બાઇકચાલક દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો અને તેમને રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલિસને આપેલ અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે, ગત 13 તારીખના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ તેઓ ગેંડા સર્કલ, ઉંડેરા , કોયલી રોડ તરફ નીકળ્યા હતા અને એ જ સમયે એક નંબરપ્લેટ વગરની કાર તેમનો પીછો કરી રહી હતી અને અવાર નવાર તેમને રોકવાનો પ્રયાસ કરી રહી હતી.

તેમણે આગળ જણાવ્યુ કે, જયારે તેઓ શેરખી તરફ જઇ રહ્યા હતા ત્યારે રોડ પર ઊભેલા એક અજાણ્યા વ્યક્તિએ અચાનક તેમની કાર પર પથ્થર મારતાં કારના કાચને નુકસાન થયું હતું.ત્યારે તેઓ ગભરાઇ ગયા હતા અને તેઓ કાર પૂરઝડપે હંકારી આગળ ભાગ્યા હતા. તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ છે કે, મારા પર હુમલાનું કારણ મારા દીકરાના લગ્નને લઇને કરવામાં આવ્યુ હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.

Shah Jina