ખુબ ફેમસ ટાટા હેરિયરનો કચરો થઇ ગયો એવું ખતરનાક અકસ્માત થયો, હર્ષ અને એક યુવતીનું દુઃખદ મોત- જુઓ તસવીરો
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણા ગંભીર અકસ્માતોમાં કેટલાકના મોત નિપજતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટના ગોંડલમાંથી અકસ્માતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં કોઠારીયાના યુવાનનું મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય એક યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ યુવતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય હર્ષ ભાલાળા રાજકોટના કોઠારીયા ગામે રહેતો હતો અને તે ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.
તે ટાટા હેરિયર કાર લઇ ગોંડલ તરફ આવી રહ્યો હતો ત્યારે જ ભુણાવા ચોકડી પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો અને પરિવારમાં એકના એક એવા આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ આ અકસ્માતમાં એક યુવતી પણ ઘાયલ થઇ હતી અને જેને લઇને તેને સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવી હતી અને તેનું સારવાર દરિમયાન મોત નીપજ્યું હતુ.
ઘટનાની જાણ થતા જ હર્ષ ભાલાળાના પરિવારજનો ગોંડલ સિવિલ ખાતે દોડી આવ્યા હતા. હાલ તો પોલિસ દ્વારા આ અકસ્માત કઇ રીતે થયો તે બાબતે ટ્રક ચાલકની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે પ્રત્યક્ષ દર્શીઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. આ અકસ્માતની જે તસવીરો સામે આવી છે,
તેમાં જોઇ શકાય છે કે ગાડીનો તો બુકડો બોલાઇ ગયો છે. એવું લાગી રહ્યુ છે કે, કાર કે ટ્રકની સ્પીડ રાજકોટ ગોંડલ હાઇવે પર નિયત કરેલ સ્પીડ કરતાં વધુ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હશે.